પાદરા,ડબકા,પાડા,મારકણાં,ત્રાસ,તળિયા ભાંઠા,હાહાકાર

  • પાદરા તાલુકાના ડબકા તળિયા ભાંઠા વિસ્તારમાં પાડાએ મચાવેલો હાહાકાર.
  • છેલ્લાં 15 દિવસોથી ભયના ઓથા હેઠળ જીવતાં તળિયા ભાંઠાના લોકો.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા | માનવો અને જાનવરો પર અચાનક હુમલો કરતાં મારકણાં પાડાને કારણે પાદરાના ડબકા ગામના તળિયા ભાંઠા વિસ્તારના લોકો પરિવારજનો સાથે ઝાડ પર વસવાટ કરી રહ્યા છે. સાંજના સમયે ધસી આવતો પાડો અચાનક હુમલો કરતો હોવાને કારણે ફફડી રહેલાં લોકો આ ટેન્શનમાંથી છુટકારો મળે તેવી આશા રાખી રહ્યાં છે.

પાદરા તાલુકાના ડબકા ગામના તળિયા ભાંઠા વિસ્તારમાં એક રખડું પાડો ભુરાંયો થયો છે. છેલ્લાં 15 દિવસમાં તેણે 10થી વધુ મનુષ્યો તેમજ સંખ્યાબંધ જાનવરો પર અચાનક હુમલો કર્યો છે. સાંજના સમયે તળિયા ભાંઠા વિસ્તારમાં આવી ચડતો પાડો ફળિયામાં રમતાં બાળકો તેમજ ખેતરથી પરત ફરતાં લોકો પર હુમલો કરી રહ્યો છે. જેને પગલે સાંજ પડતાં તળિયા ભાંઠામાં છૂટાછવાયા વસવાટ કરતાં પરિવારોના 100થી વધુ સભ્યોમાં ભારે ફફટાડ વ્યાપી ગયો છે.

પાડાના હુમલાથી બચવા માટે સાંજ પડતાં વિસ્તારના લોકો ઝાડ પર ચડી જાય છે. છેલ્લાં 15 દિવસોથી આ લોકો ઝાડ પર બાંધેલા ખાટલામાં પોતાની રાત ગાળી રહ્યાં છે. સવારે અજવાળું થયા બાદ જ તેઓ નીચે ઉતરતાં હોય છે.

મારકણાં પાડાનાં ત્રાસમાંથી મુક્તિ મળે તેવી આ વિસ્તારના લોકોની માગણી અને લાગણી છે. જોકે, તંત્ર હરકતમાં નહીં આવે ત્યાં સુધી તો તળિયા ભાંઠા વિસ્તારના લોકોએ ઝાડ પર જ રાતો ગાળવી પડશે એ નક્કી જણાય છે.

 😛  (FunRang Joke) 😛 

ટાઈગરઃ યાર પકડું, મને એકવાત નથી સમજાતી,

પકડુઃ કઈ વાત?

ટાઈગરઃ દરેક નોટ પર ગાંધીજીનો ચહેરો હસતો કેમ હોય છે?

પકડુઃ સિમ્પલ છે યાર, ગાંધીજી રડે તો નોટ પલળી જાય.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *