- કોરોનાની ત્રીજી લહેરના ભણકારાં વાગી રહ્યાં છે છતાં પ્રજા અને તંત્ર બેદરકાર હોવાનું સ્પષ્ટ કરતાં કોરોના કેસ.
- ગઈકાલે 97 કેસ આવ્યા હતાં, આજે લગભગ બમણાં કેસ નોંધાયા છે એમ કહી શકાય.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 181 કોરોના કેસ નોંધાયા છે. અને વધુ એકવાર કોરોના પોઝિટીવ કેસનો આંકડો ત્રણ આંકડામાં પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાની બે લહેરમાં ભારે હાલાકી ભોગવી ચૂકેલાં પ્રજાજનો તેમજ નિયત વગરના તંત્ર દ્વારા ત્રીજી લહેરની આશંકા વચ્ચે સાવ બેદરકારી દાખવવામાં આવી રહી હોય એવું વધતાં કેસોની સંખ્યા પરથી કહી શકાય.
વડોદરા મહાનગર સેવાસનદ (વીએમસી)ની સત્તાવાર યાદી અનુસાર, છેલ્લાં 24 કલાકમાં તપાસવામાં આવેલા 6071 સેમ્પલમાંથી 181 પોઝિટીવ જણાઈ આવ્યા છે. આ નવા કેસો જેતલપુર, નવાપુરા, પુનીયાદ, કિશનવાડી, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, મકરપુરા અને વડસર વિસ્તારમાંથી મળી આવ્યાં છે.
હાલ 593 કોરોના પોઝિટીવ પૈકી 511 હોમ આઈસોલેશનમાં છે. જ્યારે 82 દર્દીઓ હોસ્પિટલના બિછાને કોરોનાની સારવાર લઈ રહ્યાં છે જે પૈકી 04 દર્દી વેન્ટીલેટર કે બાઈ-પેપ પર છે, 12 દર્દી આઈસીયુમાં વેન્ટિલેટર વગર સારવાર લઈ રહ્યાં છે. તેમજ 34 ઓક્સિજન પર છે અને 32 ઓક્સિજન વગર સારવાર લઈ રહ્યાં છે. હાલના સંજોગોમાં કુલ 736 લોકો ક્વોરેન્ટાઈન કરાયેલા છે.
કોરોનાની પુનઃ ગંભીર બનતી સ્થિતિ છતાં લોકો કોવિડ કાઈડલાઈનનું પાલન કરવાનું ટાળી રહ્યા હોય એવું બજારો – માર્ગો પર સ્પષ્ટ જોઈ શકાય છે. જાણે એમને ત્રીજી લહેરની કોઈ ચિંતા જ ના હોય.
🙂 (FunRang Joke) 🙂
ટાઈગરઃ યાર પકડું, મને એકવાત નથી સમજાતી,
પકડુઃ કઈ વાત?
ટાઈગરઃ દરેક નોટ પર ગાંધીજીનો ચહેરો હસતો કેમ હોય છે?
પકડુઃ સિમ્પલ છે યાર, ગાંધીજી રડે તો નોટ પલળી જાય.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz