- યૂવાનિધી પ્રા. લિ. દ્વારા અગાઉ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, બોડેલી, અમરેલીમાં કરોડોની ઠગાઈની ફરિયાદ.
- વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઓફિસ શરૂ કરી 91 લોકોને ચૂનો ચોપડી સંચાલકો ફરાર.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । શહેરના માંજલપુર વિસ્તારમાં ઓફિસ ખોલી ઉંચા વ્યાજની લાલચે 91 શખ્સો પાસેથી કુલ 37 લાખ રૂપિયા ચાંઉ કરીને સંચાલકો ફરાર થઈ ગયા હોવા અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
અમદાવાદના નરોડા વિસ્તારની ભાગ્યલક્ષ્મી સોસાયટીના રહેવાસી અતુલકુમારસિંગ રાજપૂતે અને સુશીલ શ્રીવાસ્તવે વડોદરાના માંજલપુર વિસ્તારમાં જ્યુપીટર ચાર રસ્તા પાસે યૂવાનિધી પ્રાઇવેટ લિમિટેડ ‘નયી સોચ નયી રાહ’ નામની કંપની ખોલવામાં આવી હતી. યૂવાનિધી પ્રા. લિ. દ્વારા ગ્રાહકોને ઉંચું વ્યાજ અપાવવાના નામે રોકાણ કરવા લલચાવવામાં આવ્યા હતાં.
ધો. 10 પાસ મહેન્દ્ર મહાલેને વર્ષ 2018માં એજન્ટ તરીકે નોકરી આપવામાં આવી હતી. કંપનીના ડાયરેક્ટર અતુલ રાજપૂત અને એમ.ડી. સુશીલ શ્રીવાસ્તવે મહેન્દ્ર મહાલેને ગ્રાહકો લાવવા પર કમિશન આપવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં ગ્રાહકોને ઉંચુ વ્યાજ આપવામાં આવ્યું હતું. જોકે, બાદમાં નાણાં ચૂકવવાનું બંધ કરી દેવાયું હતું. ત્યારબાદ કંપનીમાં એક મહિના માટે અથવા તો એક થી પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરવા પર ઉંચું વ્યાજ આપવાની લાલચ ગ્રાહકોને આપવામાં આવી હતી.
શહેરના 91 લોકોએ યૂવાનિધી પ્રા. લિ.માં રૂ. 10 હજારથી માંડીને અઢી લાખ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું. કુલ 37 લાખ જેટલી રકમ કંપનીના સંચાલકો દ્વારા ચાઉં કરી દેવાયા હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અત્રે નોંધનિય છે કે, યૂવાનિધી પ્રા. લિ. સામે અગાઉ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, બોડેલી અને અમરેલીમાં પણ કરોડોની ઠગાઈ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને હવે વડોદરામાં ફરિયાદ નોંધાવાઈ છે.
🙂 (FunRang Joke) 🙂
પકડુઃ ટાઈગર તને ખબર છે આ કોરોના બહુ અભિમાની વાઈરસ છે.
ટાઈગરઃ એમ… એ કેવી રીતે?
પકડુઃ જો… કોરોના એની જાતે ઘરમાં ના આવે, એને લેવા તમારે જ બહાર નિકળવું પડે. હાથ ધોઈ નાંખો તો ખોટું માની જાય, અને મોં પર માસ્ક રાખો તો ઓળખે પણ નહીં… બોલે છે ને અભિમાની…
ટાઈગરઃ એ ખરું હોં…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz