પાડો,મારકણો,આત્મનિર્ભર,પકડાયો,ઝબ્બે,સાંજ

 

  • હરાયા પાડાના ત્રાસથી પંદરેક દિવસથી લોકો પરિવારજનો સાથે ઝાડ પર રહેવા મજબૂર બન્યાં હતાં.
  • સાંજ પડે લોકો અને જાનવરો પર હુમલો કરતાં રખડું પાડાના ત્રાસમાંથી મુક્તિ મળતાં ગ્રામજનોમાં હાંશકારો.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા । પાદરા તાલુકાના ડબકા ગામના તળિયા ભાંઠા વિસ્તારમાં રહેતાં 100થી વધુ લોકો છેલ્લાં 15 દિવસથી મારકણાં હરાયા પાડાના ત્રાસને કારણે ઝાડ પર રહેવા મજબૂર બન્યા હતાં. જોકે, આખરે આજે ગ્રામવાસીઓ આત્મનિર્ભર બન્યા હતાં અને યુવાનોએ ભેગા મળી હરાયા પાડાને ઝબ્બે કર્યો હતો. પાડો પકડાઈ જવાને કારણે તળિયાભાંઠાના રહેવાસી ગ્રામવાસીઓએ હાંશકારો અનુભવ્યો હતો.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવતાં ડબકા ગામના તળિયાભાંઠા વિસ્તારમાં આવી ચડેલાં એક રખડતાં પાડાએ ભારે આતંક મચાવ્યો હતો. સાંજનું અંધારુ થતાં જ પાડો ગમે તેના પર અચાનક હુમલો કરી દેતો હતો. નાના બાળકો – મહિલાઓ તેમજ જાનવરો પર પાડાએ કરેલા હુમલાથી થથરી ઉઠેલા લોકોએ ઝાડ પર ખાટલા બાંધીને રાત વીતાવવાનું શરૂ કર્યું હતું.

પાડાના ત્રાસમાંથી તંત્ર મુક્ત કરાવશે એવો આશાવાદ સેવીને દસ – પંદર દિવસોથી ઝાડ પર રાતો ગાળી રહેલાં લોકોએ આખરે આજે આત્મનિર્ભર થવાનો નિર્ણય કર્યો હતો. તળિયા ભાંઠાના યુવાનોની મદદે જીવદયા પ્રેમી સંસ્થાના કેટલાંક કાર્યકરો આવ્યા હતાં. તેઓએ સાથે મળી મારકણાં પાડાને પકડી પાડ્યો હતો.

તળિયાભાંઠાના રહેવાસી સજનબહેન વાઘેલાનું કહેવું હતું કે, છેલ્લા 15 દિવસથી પાડાને કારણે અમે આંબલીના ઝાડ પર ખાટલા બાંધીને રહેતા હતાં. અત્યાર સુધીમાં પાડાએ 10 જેટલાં લોકો પર હુમલો કરી ઇજા પહોંચી હતી. જોકે, હવે પાડો પકડાઈ જતાં અમને રાહત થઈ ગઈ છે.

અન્ય એક મહિલા મમતાબહેનનું કહેવું છે કે, સાંજ પડે પાડો આવી ચડતો હતો અને ઘર પાસે રમતાં બાળકો – મહિલાઓ તેમજ સીમમાં ખેતમજૂરીથી પરત આવતાં લોકો પર હુમલો કરી દેતો હતો. સાંજ પડે એટલે પાણી ભરવા જતાં પણ બીક લાગતી હતી. હવે પાડો પકડાઈ ગયો છે એટલે હવે બહુ શાંતિ થઇ ગઈ.

 🙂 (FunRang Joke) 🙂 

પકડુઃ ટાઈગર તને ખબર છે આ કોરોના બહુ અભિમાની વાઈરસ છે.

ટાઈગરઃ એમ… એ કેવી રીતે?

પકડુઃ જો… કોરોના એની જાતે ઘરમાં ના આવે, એને લેવા તમારે જ બહાર નિકળવું પડે. હાથ ધોઈ નાંખો તો ખોટું માની જાય, અને મોં પર માસ્ક રાખો તો ઓળખે પણ નહીં… બોલે છે ને અભિમાની…

 ટાઈગરઃ એ ખરું હોં…

પાડો,મારકણો,આત્મનિર્ભર,પકડાયો,ઝબ્બે,સાંજ

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *