➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – પાચમ
➡ આજની ચંદ્ર રાશિ – કુંભ (રાત્રે 12.13 સુધી) મીન
મેષ (અ,લ,ઈ)
આજે જવેરાત કે એન્ટિંક વસ્તુના રોકાણમાં ફાયદો પ્રાપ્ત થાય. બાળકોને શાળાને લગતાં કામમાં મદદ કરી શકશો. આજે જીવનસાથી સાથે ચકમક ઝરી શકે છે. જીવનસાથી સાથે સમજપૂર્વક સમાધાન કરી લેશો નહીંતર ઘણા દિવસો સુધી તણાવ રહેશે. આજે વ્યક્તિત્વમાં સંતોષજનક પરિણામ લાવી શકશો.
વૃષભ (બ,વ,ઉ)
શારીરિક વ્યાયમ અને વજન ઘટાડવાના પ્રયાસો કરવાનો વિચાર કરી શકશો. આર્થિક લેવડ દેવડમાં વિશેષ કાળજી રાખવી જરૂરી. બાળકો સાથે વિવાદ થવાથી માનસિક તાણ અનુભવી શકો છો. એક તરફી પ્રેમમાં સમય વેડફશો નહીં. ભાગીદારી વ્યવસાયમાં આજે પડવું નહીં.
મિથુન (ક,છ,ધ)
કોઈ જૂની સમસ્યાઓને કારણે આજે માનસિક તાણ અનુભવી શકો છો. હસતાં હસતાં કહેવાયેલી કોઈની વાત પર શંકા કરવાનું ટાળશો. સંબંધી તરફથી ભેટ સોગાદ મળી શકે છે. જીવનસાથીને મ્હેણાં ટોણાં મારવાનું આજે ટાળવું. અફવાવાળી વાતો પર ભરોસો કરવાનું ટાળશો. રચનાત્મક પ્રોજેક્ટ પર કામ કરી શકીશું.
કર્ક (ડ,હ)
આજે આપનું વ્યક્તિત્વ અત્તરની જેમ મહેંકી ઉઠશે. લોકોને આકર્ષિત કરશે. ત્રાહિત વ્યક્તિનાં વગર કામના હસ્તક્ષેપને કારણે જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે. પ્રિયજન સાથે સારો વર્તાવ કરવો જરૂરી. આજના દિવસે ખરીદી અને અન્ય કામગીરીમાં સમય વિતી શકે છે.
સિંહ (મ,ટ)
સ્વાસ્થ્યની કાળજી લેવા માટે તંદુરસ્ત રહેવા માટે તળેલી ચીજો ખાવાનું ટાળશો. આર્થિક સમસ્યાઓને કારણે રચનાત્મક વિચારધારાને અવરુદ્ધ કરી નાંખી છે. એવી કોઈ પરિયોજના શરૂ કરવી જોઈએ, જે પરિવારને સમૃદ્ધ કરે. બીજા લોકોની વાત પર ભરોસો કરવાનું ટાળશો. યાત્રા ફાયદાકારક બની શકે છે.
કન્યા (પ,ઠ,ણ)
આજે મક્કમતા અને નિડરતાના ગુણ આપની માનસિક ક્ષમતામાં વૃદ્ધિ કરશે. આપની કામ કરવાની લગનની લોકો કદર કરશે. નાણાંકીય લાભ મળી શકે છે. આજે જીવનસાથી પર સંદેહ કરવાનું ટાળવું. તમારા ઉદાર સ્વભાવનો બાળકો લાભ લઈ શકે છે. આજનો દિવસ એકંદરે શુભ રહેશે.
તુલા (ર,ત)
આજે આપ સારા એવાં નાણાં કમાઈ શકો છો, જોકે, ખર્ચમાં પણ વૃદ્ધિના યોગ હોવાથી બચત કરવામાં મુશ્કેલી અનુભવી શકશો. આજે પોતાની હોંશિયારી અને પ્રભાવનો ઉપયોગ ઘરના સંવેદનશીલ પ્રશ્નો હળ કરવા માટે કરવો જરૂરી. જીવનસાથી સાથે કચકચ થઈ શકે છે. આપનું ચુમ્બકીય વ્યક્તિત્વ આકર્ષણનું કેન્દ્ર બનાવશે.
વૃશ્ચિક (ન,ય)
તમાકુ જેવા વ્યસનથી છુટકારો મેળવવાની ઇચ્છા રાખતાં હોવ, તો આજે પ્રયત્ન શરૂ કરવા સારો દિવસ. ભાગીદારીવાળા કે ચાલાકીભર્યા આર્થિક યોજનાઓમાં રોકાણ કરવાનું ટાળશો. મિત્રો અને સ્વજનો સાથે સંબંધમાં સુદ્રઢતા આવે. આજે દરેક કાર્ય સારી રીતે કરી શકશો.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે એવાં કામ કરવાની જરૂર છે જેનાથી આપનાં સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે. આજે સહેલાઈથી નાણાં પ્રાપ્ત કરી શકશો, કોઈને આપેલા ઉછીના નાણાં પરત મળી શકે છે. પરિવારજનો સાથે હસી – મજાક ભર્યું વાતાવરણ રહેશે. નવી યોજનાઓ આકર્ષિત કરશે પણ સાચવીને આગળ વધવું.
મકર (ખ,જ)
આજે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ છે. જેના કારણે ઉત્સાહમાં વધારો થાય. મિત્રો સાથે આનંદમય વાતાવરણ રહેશે. ભાગીદાર સાથે ચર્ચા કરવામાં તકલીફ અનુભવી શકો છો. આજે આપ યથાર્થવાદી બનવાનો પ્રયત્ન કરશો. આપનો અભિપ્રાય પુછવામાં આવે ત સંકોચ કર્યા વગર જણાવી શકશો.
કુંભ (ગ,શ,ષ,સ)
લાભ પ્રાપ્ત કરવા માટે આજે ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરવો જરૂરી. ખોટા અનુમાન નુકસાનકારક સાબિત થઈ શકે છે. રોકાણ કરવા માટે ખૂબ સાવધાની રાખવી જરૂરી. જીવનસાથીની બેદરકારીને કારણે સંબંધમાં ખટાશ અનુભવી શકો છો. યાત્રા – પ્રવાસ દરમિયાન પોતાના સામાનની વિશેષ કાળજી રાખશો.
મીન (દ,ચ,ઝ,થ)
કોઈપણ પ્રકારનો ભય આપનો આનંદ છીનવી શકે છે. આપે ધ્યાન રાખવું જોઈએ કે ડર માત્ર કાલ્પનિક છે. લાંબાગાળાના રોકાણ માટે સ્ટૉક અથવા મ્યુચુઅલ ફંડમાં રોકાણ ફાયદાકારક નિવડી શકે છે. આજે એ વાત યાદ રાખજો કે જે ભગવાન એની જ મદદ કરે છે, જે પોતાની જાતની મદદ કરે છે અને બીજાનું સન્માન કરે છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz