- ડોનર્સ કેટેગરીની ચૂંટણીમાં કાયદાકીય ગૂંચ ઉભી કરવામાં સંકલન સમિતિ નિષ્ફળ.
- અરજી પાછી ખેંચો છો કે, કોર્ટ ડિસ્પર્સ કરે? કોર્ટના સવાલ સામે પીટીશન પાછી ખેંચી લેવાઈ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ટીમ એમએસયુને પછાડવા માટે ધમપછાડા કરી રહેલી સંકલન સમિતિએ વધુ એક ઘુંટણીયે બેસવાનો વારો આવ્યો છે. સેનેટ ડોનર્સ કેટેગરીની ચૂંટણીમાં કાયકાદીય ગૂંચ ઉભી કરવાના સંકલન સમિતિના પ્રયાસ પર કોર્ટે ઠંડુ પાણી ફેરવી દીધું હતું. એકના એક મુદ્દે અરજી કરવામાં આવતાં, કોર્ટ દ્વારા સ્પષ્ટ વલણ દાખવવામાં આવ્યું હતું. જેને પગલે પીટીશન પરત ખેંચી લેવામાં આવી હતી. એટલે એમ કહી શકાય કે, કોર્ટે કાન પકડાવ્યાં હતાં.
યુનિ. સેનેટની અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં ટીમ એમએસયુનો જ્વલંત વિજય થયો છે. જ્યારે સંકલન સમિતિ અને ટીમ બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે. હવે આગામી દિવસોમાં ડોનર્સ કેટેગરીની ચૂંટણી યોજનારા છે. ત્યારે તેમાં ગૂંચ ઉભી કરવા માટે સંકલન સમિતિ દ્વારા કોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી. આજરોજ આ પીટીશનની સુનવણી દરમિયાન જજે સ્પષ્ટ જણાવ્યું હતું કે, એકના એક મુદ્દે અરજી શું કામ કરો છો? આ મામલે સરકાર નિર્ણય લઈ શકે. અરજી પાછી ખેંચો છો કે, કોર્ટ ડિસ્પર્સ કરે?
કોર્ટે સ્પષ્ટ વલણ દાખવતાં આખરે પીટીશન પરત ખેંચી લેવામાં આવી હતી. એ એક રીતે તો સંકલન સમિતિની વધુ એક હાર ગણી શકાય.
😎 (FunRang Joke) 😎
ટાઈગરઃ પકડું, આજથી હવે પંજાબી ખાવાનું બંધ.
પકડુઃ પ્રધાનમંત્રીના અપમાનનો બદલો લેવા!?
ટાઈગરઃ હંઅઅઅ….
પકડુઃ એટલે તું હમણાં લસ્સી નહીં પીએ?
ટાઈગરઃ ઓય લસ્સી તો છાસ કહેવાય, મંગાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz