- ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
- બોગજ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલના કેસમાં ચૈતર વસાવાને ડેડીયાપાડા પોલીસ મથકમાં તપાસ માટે બોલાવ્યા હતા, ત્યાંથી જ સીધો તડીપાર કરી દેવાયા.
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા । ગુજરાત પ્રદેશ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાનાના ગુજરાત પ્રમુખ અને નર્મદા જિલ્લા બી.ટી.પી આગેવાન ચૈતર વસાવાને નર્મદા જિલ્લા પોલીસે આખરે એક જિલ્લા નર્મદા જિલ્લા તડીપાર કર્યા છે.હાલ ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ખાતે છે. ચૈતર વસાવા વિરુદ્ધ છેલ્લા એક વર્ષ દરમિયાન ડેડીયાપાડામાં 3, રાજપીપળામાં 1 અને કેવડિયામાં 1 એક ફૂલ 5 ગુના નોંધાયા છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ડેડીયાપાડાના બોગજ ગામે બે રાજકીય પક્ષો સામ સામે આવી ગયા હતા, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાનો સાળો ઘાયલ થયો હતો. આ ગુનામાં ચૈતર વસાવા સહિત અન્ય લોકો વિરુદ્ધ મારમારી અને લૂંટનો ગુનો નોંધાયો હતો. આ ઘટના બાદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપના આગેવાનોએ ચૈતર વસાવા વિરુદ્ધ રજૂઆતો પણ કરી હતી. આ જ ગુનાની તપાસ માટે ચૈતર વસાવાને ડેડીયાપાડા પોલીસ મથકમાં બોલાવાયા હતા એ દરમિયાન જ એમને તડીપાર કરી દેવાયા હતા.
આ મામલે નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ગરીબોના હક માટે લડનાર ભાજપ સરકાર વિરુદ્ધ સુર ઉભો કરનાર તમામ લોકોને ગુંડા એક્ટ અને તડીપાર એક્ટનો ઉપયોગ કરી કાયદાનો દુરુપયોગ કરી હક અધિકારની લડાઈને ડામી દેવા માંગે છે.
🙂 (FunRang Joke) 🙂
પકડું જીવનમાં પહેલીવાર બિમાર પડ્યો, અને પહેલીવાર ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરઃ (તપાસતાં) ચાલો આ કરો…
પકડુઃ સાહેબ, પહેલાં એ કહો, શું ખવડાવવાના છો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz