- માસ્ક પહેરવા સહિતના કોવિડ ગાઈડલાઈનનું ગુજરાતની પ્રજાએ પાલન કરવું જરૂરી.
- લોકો ટોળે વળવાનું અને નિયમો તોડવાનું ચાલુ રાખશે તો આકરાં નિયંત્રણ લાગુ થઈ શકે છે.
- કોરોનાની સ્થિતિ ગંભીર બનશે તો વિકએન્ડ કર્ફ્યુ, બજારો, ચા લારી, પાન ગલ્લા, મૉલ વગેરે બંધ થઈ શકે છે.
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ । કોરોના વધુ એક વાર વિકટ પરિસ્થિતિ સર્જવા સજ્જ થયો છે ત્યારે આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સમક્ષી બેઠક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળી છે. બેઠકમાં પ્રજા દ્વારા કોવિડ ગાઈડલાઈનના ઉલ્લંઘન વિશે ચર્ચા ચાલી હોવાનું જાણવા મળે છે, ત્યારે પ્રજા જો હજી કોરોનાને સિરીયસલી નહીં લે, તો આગામી 15 જાન્યુઆરી અગાઉ આકરાં નિયંત્રણો લાદવામાં આવી શકે છે.
રાજ્યમાં વધુ એકવાર કોરોના વિસ્ફોટ થયો છે. જેને પગલે સરકારે ગઈકાલે નવાં નિયંત્રણો જાહેર કર્યા હતાં. જેમાં ધો. 1 થી 9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાવવા ઉપરાંત રાજ્યના 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. ત્રીજી લહેરની આશંકાને પગલે સરકાર દ્વારા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં છે.
ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું તંત્રને માર્ગદર્શન પ્રાપ્ત થાય એ માટે સૂચના આપી દીધી છે. તેમજ સરકાર તરફથી તમામ જિલ્લાઓને જરૂરી મદદ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરી વિકાસ સચિવ મુકેશકુમાર, કલેક્ટર સંદીપ સાગલે, ડીડીઓ અનિલ ધામેલીયા, મ્યુનિ. કમિશનર લોચર સહેરા, સોલા સિવિલ હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સહિતના મ્યુનિ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. અમદાવાદની સ્થિતિ અંગે ચર્ચા કરવા સાથે બેઠકમાં શહેરીજનો દ્વારા માસ્ક નહીં પહેવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરવું વગેરે કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવતો હોવા અંગે ચર્ચા ઉઠી હતી. અને આ અંગે કડક નિયંત્રણ લાગું કરવા જોઈએ એવી વિચારણા ચાલી હતી.
એવી શક્યતાઓ જોવાઈ રહી છે કે, જો પ્રજાજનો પણ કોરોના સંક્રમણને રાજકારણીઓની જેમ નગણ્ય ગણવાની વૃત્તિ દાખવશે તો આગામી તા. 15 જાન્યુઆરી પહેલાં વિકેન્ડ કર્ફ્યુ, બજાર, ચા લારી, પાન ગલ્લા, મૉલ, કોમ્પ્લેક્સ, મલ્ટિપ્લેક્સ વગેરે બંધ કરવાના આકરાં નિયંત્રણ તંત્ર લાદી શકે છે.
😎 (FunRang Joke) 😎
પકડું જીવનમાં પહેલીવાર બિમાર પડ્યો, અને પહેલીવાર ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરઃ (તપાસતાં) ચાલો આ કરો…
પકડુઃ સાહેબ, પહેલાં એ કહો, શું ખવડાવવાના છો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz