- શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા વડોદરાવાસીઓને અમૂલ્ય ભેટ.
- 113 એકરમાં ફેલાયેલા સયાજીબાગને 8 જાન્યુઆરી 1879ના રોજ ખુલ્લો મુકાયો હતો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા વડોદરાવાસીઓને અપાયેલી અમૂલ્ય ભેટ એવાં સયાજીબાગને આજે 143 વર્ષ પૂરા થયાં છે. સયાજીબાગના 144માં વર્ષના પ્રવેશને આજે સવારે મોર્નિંગ વોકર્સ, ટીમ ગ્રીનેથોન, જાગો વડોદરા દ્વારા કેક કાપીને ઉજવવામાં આવી હતી.
રાજ્યના સૌથી મોટા બગીચો હોવાનું બહુમાન ધરાવતાં સયાજીબાગને 8 જાન્યુઆરી 1879ના રોજ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) દ્વારા જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. વિશ્વામિત્રી નદીના કિનારે 113 એકર જમીન પર ફેલાયેલા સયાજીબાગનો આજદીન સુધી મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા અને કસરત કરવા માટે આવે છે. શહેર નજીકના ગામો તો ઠીક જિલ્લા બહારની શાળાઓના બાળકો પણ સયાજીબાગની મુલાકાતે આવતાં હોય છે. સયાજીબાગમાં ઝુ, મ્યુઝિયમ અન જોય ટ્રેનનું આકર્ષણ પણ શ્રીમંત મહારાજાની દિર્ઘદ્રષ્ટીને પ્રતાપે ઉમેરવામાં આવ્યું હતું. જે આજના સમયમાં પણ લોકોને આકર્ષે છે.
સયાજીબાગની શરૂઆત કરાવ્યા બાદ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)એ વડોદરાવાસીઓ માટે 1894માં મ્યુઝિયમ બનાવડાવ્યું. મ્યુઝિયમમાં પિક્ચર ગેલેરી બનાવવાની શરૂઆત 1908માંથી શરૂ થઈ હતી. આ કામગીરી વર્ષ 1914માં પૂરી થયા બાદ, મ્યુઝિમ અને પિક્ચર ગેલેરી 1921માં જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
સયાજીબાગના 144માં વર્ષમાં મગલ પ્રવેશને આજે સવારે કેક કાપીને ઉજવવામાં આવ્યું હતું. જેમાં કૉંગ્રેસ અગ્રણી અમી રાવત, નરેન્દ્ર રાવત, વિજય વાધવાની, દિનેશ લીંબાચીયા, શબ્બીરભાઈ બરોડાવાલા, પંકજસિંગ, ડૉ. ગ્રીગલાણી, દિલીપ પટેલ, દીપક મહેતા, કંચન પટેલ, ઋત્વિજ જોષી, કપિલ જોષી, દુષ્યંત પુરોહીત સહિતના મોર્નિંગ વોકર્સ, ટીમ ગ્રીનેથોન અને જાગો વડોદરાના સભ્યો હાજર રહ્યાં હતાં.
🙂 (FunRang Joke) 🙂
પકડું જીવનમાં પહેલીવાર બિમાર પડ્યો, અને પહેલીવાર ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરઃ (તપાસતાં) ચાલો આ કરો…
પકડુઃ સાહેબ, પહેલાં એ કહો, શું ખવડાવવાના છો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz