- શહેરોના વિકાસને વેગ આપવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીપી સ્કિમોને મંજૂરી આપી.
- અમદાવાદ અને સુરતની એક એક પ્રિલિમનરી ટીપી સ્કિમને મંજુરી.
- અમદાવાદની 2 અને સુરતની 1 ફાઈનલ ટીપીને મંજુરી.
- અમદાવાદ, સુરત અને વડોદરામાં 15 થી 55 હેક્ટર સુધીની જમીન સંપ્રાપ્ત થઈ જશે.
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ । ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને વડોદરાના વિકાસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્રણેય શહેરોની મળીને કુલ છ ટીપી સ્કિમ્સને મંજુરી આપી દીધી છે. જેને પગલે હવે લોકોના રહેણાંક તેમજ બાગ – બગીચાના નિર્માણ થઈ શકશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદની ઔડા અંતર્ગત પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. 429 (ગોધાવી – મણીપુર)ને અને ફાઈનલ ટીપી સ્કિમ નં. 4 – એ (સાણંદ) તેમજ ફાઈનલ ટીપી સ્કિમ નં. 94 (હાથીજણ – રોપડા)ને મંજૂરી આપવામાં આવી છે. સુરતની મ્યુનિ. કોર્પોરેશનની પ્રિલિમિનરી ટીપી નં. 71 (વડોદ)ને અને ફાઈનલ ટીપી સ્કિમ નં. 26 (સિંગણાપોર)ને મંજુરી આપવામાં આવી છે. જ્યારે મુખ્યમંત્રીએ વડોદરામાં શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં. 43 (ઉંડેરા – અંકોડીયા)ને મંજૂરી આપવામાં આવી છે.
ટીપી સ્કિમો મંજૂર થવાને કારણે વિકાસ માટે અમદાવાદને 55.47 હેક્ટર જમીન, સુરતને 15.83 હેક્ટર જમીન જ્યારે વડોદરાને 22.18 હેક્ટર જમીન મળશે. આ જમીનો પર સમાજીક અને આર્થિક નબળા વર્ગના લોકો માટે રહેણાંક, બાગ – બગીચા બનાવી શકાશે. શહેરોના વિકાસને વેગવંતો બનાવવાનો પટેલ સરકારે કરેલો સંકલ્પ સાકાર કરવાની દીશામાં આજે મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે એમ કહી શકાય.
🙂 (FunRang Joke) 🙂
પકડું જીવનમાં પહેલીવાર બિમાર પડ્યો, અને પહેલીવાર ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરઃ (તપાસતાં) ચાલો આ કરો…
પકડુઃ સાહેબ, પહેલાં એ કહો, શું ખવડાવવાના છો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz