- દશરથ ગામના ઇન્દિરાનગરીના ભરવાડ વાસમાં શુક્રવારે બનેલો બનાવ.
- પાડોશીની ગાય પોતાના વાડામાં આવી જતાં, ગોવિંદે તિક્ષ્ણ હથઇયારના ઘા માર્યા.
- એનિમલ સંસ્થા દ્વારા ઇજાગ્રસ્ત ગાયની સારવાર.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । શહેર પાસે આવેલા દશરથ ગામમાં રહેતાં ગોવિંદ ભરવાડ નામના શખ્સે કંસ જેવું કાર્ય કર્યું હોવાની વિગતો જાણવા મળે છે. પાડોશી ગૌપાલકની ગાય પોતાના વાડામાં આવી ચડતાં ગોવિંદે તિક્ષ્ણ હથિયારના ઘા મારતાં ગાયના બે પગ કપાઈ ગયા હતાં.
દશરથ ગામના ઇન્દિરાનગરી ભરવાડ વાસમાં રહેતા જયેશ જગુભાઈ ભરવાડે છાણી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, શુક્રવારના રોજ શેરડીનો જથ્થો આવ્યો હોવાથી ગાયને ઘર પાસે છુટ્ટી મુકી હતી. બાદમાં નોકરીએ જતી વખતે જયેશે માતાને ગાય બાંધી દેવા જણાવ્યું હતું.
જયેશ નોકરી પર હતો ત્યારે મધરાતે તેના પર પાડોશી દિપકભાઈનો ફોન આવ્ય હતો. જેમાં દિપકભાઈએ તેની ગાય લોહીલુહાણ હાલતમાં પડી હોવાની માહિતી આપી હતી. આ જાણ થતાં જ તાત્કાલિક પહોંચેલા જયેશે જોયું કે ગાયના બંને પગ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતાં. ઇજાને કારણે ગાય ઉભી પણ થઈ શકતી નહોતી.
અગાઉ પાડોશી ગોવિંદ ભરવાડના વાડામાં ગાય ગઈ હતી ત્યારે ગોવિંદે લાકડીથી માર માર્યો હતો. જેને પગલે જયેશે તપાસ કર્યા બાદ ગોવિંદે જ ગાયને માર્યું હોવાની આશંકા સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને 1962 એનિમલ ઇમર્જન્સી પર ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરાવવામાં આવી હતી. છાણી પોલીસે ગોવિંદ જીવણભાઈ ભરવાડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
🙂 (FunRang Joke) 🙂
પકડું જીવનમાં પહેલીવાર બિમાર પડ્યો, અને પહેલીવાર ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરઃ (તપાસતાં) ચાલો આ કરો…
પકડુઃ સાહેબ, પહેલાં એ કહો, શું ખવડાવવાના છો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz