- એક મહિલાની છેડતી અને અન્ય એક મહિલાના 19 લાખના છેતરપિંડીના કેસમાં ફરાર હતો.
- મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનામાં સંડોવાયેલો મેહુલ આણંદથી ઝડપાયો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા છેડતી અને છેતરપિંડીના કેસમાં છેલ્લાં દોઢ વર્ષથી નાસતાં ફરતાં આરોપી મેહુલ ઠાકોરને આખરે ક્રાઈમ બ્રાન્ચે આણંદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
અંકોડીયા ગામની વ્રજધામ સોસાયટીમા રહેતાં 36 વર્ષિય મેહુલસિંહ મોહકસિંહ ઠાકોરે એક યુવતીની છેડતી કરી હતી. તેમજ અન્ય એક મહિલા સાથે રૂપિયા 19 લાખની છેતરપિંડી કરવા ઉપરાંત તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બંને બનાવ અંગે વર્ષ 2020માં મકરપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસની ધરપકડથી બચવા માટે મેહુલ ઠાકોર વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે આવેલા કદમ એપાર્ટમેન્ટમાં આશ્રય લઈ રહ્યો હતો. દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચના પેરોલ – ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એસ. એમ. ભરવાડને ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી બાતમી પ્રાપ્ત થઈ હતી કે મેહુલ ઠાકોર આણંદમાં સંતાયેલો છે.
ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો ટીમે આણંદ જઈ વૉચ ગોઠવી હતી. જેમાં આખરે મેહુલ ઠાકોર ઝડપાઈ ગયો હતો. દોઢ વર્ષથી પોલીસને દોડવતાં આરોપીનો થપ્પો કરવામાં ક્રાઈમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એસ.એમ. ભરવાડ તથા સ્ટાફના કનકસિંહ, કનૈયાલાલ, રવિંદ્રભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
🙂 (FunRang Joke) 🙂
પકડું જીવનમાં પહેલીવાર બિમાર પડ્યો, અને પહેલીવાર ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરઃ (તપાસતાં) ચાલો આ કરો…
પકડુઃ સાહેબ, પહેલાં એ કહો, શું ખવડાવવાના છો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz