- ગોલ્ડન ચોકડી પાસે મારૂતી સ્વિફ્ટ કારમાં દારૂના જથ્થા સાથે સુરેશ ઉર્ફે સુરી ખત્રી ઝડપી પાડતી પીસીબી.
- રાવપુરાનો ગાંગુ, વારસીયાનો બન્ટી, ખોડીયારનગરનો કુમાર અને દેવગઢ બારીયાનો શૈલેષ વોન્ટેડ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી શહેરમાં અંગ્રેજી દારૂનો જથ્થો લાવી રહેલાં બૂટલેગરને પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા ગોલ્ડન ચોકડી પાસે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પી.સીબી. હે,કો. દેવેન્દ્ર ચંદ્રકાંત અને હે.કો. દિપેશસિંઘ નરેશસિંઘને મળેલી બાતમીને આધારે પીસીબીએ નેશનલ હાઈવે પર ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થતી મારૂતી સ્વિફ્ટ કરાને આંતરી હતી. કારની જડતી લેતાં પ્લાસ્ટિકની બોટલમાં વેચાતાં ગોવા નામના અંગ્રેજી દારૂની 115 બોટલ મળી આવી હતી.
પીસીબીએ દારૂના જથ્થા સાથે 41 વર્ષિય સુરેશ ઉર્ફે સુરી કનૈયાલાલ ખત્રી (રહે. નારાયણધામ સોસાયટી, પટેલ પાર્ક પાસે, જૂના આર.ટી.ઓ. પાછળ, વારસીયા, વડોદરા. હાલ રહે. શ્રીજી કોમ્પ્લેક્ષ ત્રીજો માળ, રાજભોગ હોટલની ગલીમાં, રાવપુરા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ વધુ તપાસ માટે હરણી પોલીસને હવાલે કરાયો હતો.
દારૂના આ કેસમાં પોલીસે શૈલેષ (રહે. દેવગઢ બારીયા), કુમાર (રહે. ખોડીયારનગર, વડોદરા), બન્ટી (રહે. વારસીયા, વડોદરા) અને ગાંગુ (રહે. રાવપુરા, વડોદરા)ને વોન્ટેડ જાહેર કર્યા હતાં. અને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
રૂ. 46 હજારની કિંમતની પ્લાસ્ટિકીયા દારૂની બોટલ સાથે એક બૂટલેગરને ઝડપી પાડવામાં પીસીબી પી.આઈ. જે.જે. પટેલ, પી.એસ.આઈ. એમ.જી.કરડાણી, પી.એસ.આઈ. જે.બી.ત્રિવેદી, એ.એસ.આઈ. અરવિંદ કેશવરાવ, હે.કો. દેવેન્દ્ર ચંદ્રકાંત, હે.કો. દિપેશસિંઘ નરેશસિંઘ, પો.કો. કનુભાઈ શંકરભાઈ, પો.કો. ગવરાજસિંહ મદનસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
🙂 (FunRang Joke) 🙂
કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે પકડું પાંચ ઉપાય જણાવે છે.
કોઈની સાથે સીધા મોંઢે વાત કરવી નહીં. કોઈના મોંઢે લાગવું નહીં.
લોકો સાથે એવી રીતે વાત કરવી કે એને ખોટું લાગે અને કોઈ નજીક જ ના આવે. (અપશબ્દો પોતાના જોખમે બોલવા)
સ્વભાવમાં જરૂર કરતાં વધારે ઉગ્રતા રાખવી, કોઈને પણ જોતાં જ મોંઢું ફેરવીને અક્કડ બતાવવી.
માસ્ક એવી રીતે પહેરવું કે ઉઘરાણીવાળા તમને ઓળખી ના શકે.
કોઈની પાછળ પડવું હોય તો સેનેટાઈઝરથી હાથ ધોયા પછી માસ્ક પહેરીને જ પડવું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz