- અમદાવાદની હોસ્પિટલ્સમાં રૂ. 70 હજારથી 1.25 લાખ રૂપિયામાં અપાય છે એન્ટીબૉડી કૉકટેલ થેરાપી.
- ડૉનાલ્ડ ટ્રમ્પ અને સૌરવ ગાંગુએ કરાવી છે એન્ટીબૉડી કૉકટેલ થેરાપી.
- IMAની ચેતવણી – જરૂર ના હોય છતાં એન્ટીબૉડી કૉકટેલ થેરાપીનો ડૉઝ નુકસાનકારક નિવડી શકે છે.
Mehulkumar Vyas. [9978918796]
અમદાવાદ । કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ બળવતર બની છે. ત્યારે કોરોના 3.0ના ભયથી થથરી ઉઠેલાં અમદાવાદના અમીરોએ મોંઘી એવી એન્ટીબૉડી કૉકટેલ થેરાપી લેવાની શરૂઆત કરી હોવાની વિગતો જાણવા મળે છે.
રાજ્યભરમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે એમાંય અમદાવાદમાં તો સૌથી વધુ કોરોના પોઝિટીવ આંક સામે આવી રહ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંક્રમણ બહુ ઝડપથી પ્રસરી રહ્યું છે. તેને પગલે અમીરોમાં ડરનો માહોલ વ્યાપેલો છે. જેને પગલે અમીરો મોનોક્લોનલ એન્ટીબૉડી કૉકટેલ થેરાપી લેવા માંડ્યા હોવાનું જાણવા મળે છે. અમેરિકાન પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ તેમજ ક્રિકેટર સૌરવ ગાંગુલી દ્વારા કોરોના સંક્રમણને પગલે એન્ટીબૉડી કૉકટેલ થેરાપી લેવામાં આવી હતી.
એન્ટીબૉડી કૉકટેલ થેરાપીમાં બે અલગ અલગ ડ્રગ્સ ભેગા કરવામાં આવે છે અને સેલાઈન સાથે એન્ટીબૉડી કૉકટેલ થેરાપી અપાય છે. આ થેરાપીમાં 10 એમ.એલ.ના એક ડૉઝની કિંમત રૂ. 1 લાખ જેટલો થતો હોય છે. જોકે, અમદાવાદની હોસ્પિટલ્સ હાલના સંજોગોમાં આ થેરાપી માટે રૂ. 70 હજારથી 1.25 લાખ સુધીની રકમ લઈ રહી છે.
કેમિસ્ટ એસોસિએશનના દાવા અનુસાર, મોંઘી એવી એન્ટીબૉડી કૉકટેલ થેરાપી લેવામાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારના અમીરો ખાસ રસ દાખવી રહ્યા છે. આ થેરાપીના બે 10 એમ.એલ. વાયલનો સેટ આવે છે. બંને વાયલમાં 5 – 5 એમ.એલ. ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. વાયલ ખોલ્યા બાદ તેનો 36 કલાકમાં જ ઉપયોગ કરવો જરૂરી હોય છે. અન્યથા તે એક્સપાયર્ડ થઈ જાય છે.
અત્રે નોંધનિય છે કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, કોરોના પોઝિટીવ આવતાંની સાથે એન્ટીબૉડી કૉકટેલ થેરાપી લેવાનું શરૂ કરવાની જરૂર નથી. વિશેષ જરૂર ના હોય છતાં આ થેરાપીનો ડોઝ લેવો નુકસાનકારક સાબિત થઈ શકે છે.
😛 (FunRang Joke) 😛
કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે પકડું પાંચ ઉપાય જણાવે છે.
કોઈની સાથે સીધા મોંઢે વાત કરવી નહીં. કોઈના મોંઢે લાગવું નહીં.
લોકો સાથે એવી રીતે વાત કરવી કે એને ખોટું લાગે અને કોઈ નજીક જ ના આવે. (અપશબ્દો પોતાના જોખમે બોલવા)
સ્વભાવમાં જરૂર કરતાં વધારે ઉગ્રતા રાખવી, કોઈને પણ જોતાં જ મોંઢું ફેરવીને અક્કડ બતાવવી.
માસ્ક એવી રીતે પહેરવું કે ઉઘરાણીવાળા તમને ઓળખી ના શકે.
કોઈની પાછળ પડવું હોય તો સેનેટાઈઝરથી હાથ ધોયા પછી માસ્ક પહેરીને જ પડવું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz