• ઓલ સિઝન બ્રાન્ડની વ્હિસ્કીની 12 બોટલ્સ અ રૉયલ ક્લાસિક વ્હિસ્કીના 120 ટેટ્રાપેક પકડાયા.
  • દારૂનો જથ્થો આપનાર લક્ષ્મણ ઉર્ફે મુન્ની પરમાર વોન્ટેડ

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા । ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર દ્વારા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ન્યૂ વી.આઈ.પી. રોડ વિસ્તારના ખોડીયારનગરમાં દરોડો પાડી અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે તેને દારૂનો જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ઉત્તરાયણ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પ્રોહીબિશન – જુગાર જેવી પ્રવૃત્તિને ડામી દેવા અંગે પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંગ સહિતના ઉપરી અધિકારીઓના આદેશને પગલે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત થઈ છે.

ન્યૂ વી.આઈ.પી. રોડ પર ખોડીયારનગરની શક્તિનગર સોસાયટીના મકાનમાં રહેતો 21 વર્ષિય સન્ની ઉર્ફે બાબલો અજીતભાઈ રાજમલે વેચવા માટે દારૂનો જથ્થો ઘરમાં એકઠો કર્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડતાં સન્ની પાસેથી ઓલ સીઝન બ્રાન્ડ વ્હિસ્કીની 12 બોટલ્સ તેમજ રૉયલ ક્લાસિક વ્હિસ્કીના 120 ટેટ્રાપેક્સ મળી આવ્યા હતાં. અગાઉ મારામારી અને દારૂને કેસમાં પકડાયેલા બૂટલેગર સન્નીની ધરપકડ કરવામાં આવી હતી.

બાપોદ વિસ્તારના વુડાના મકાનમાં રહેતા લક્ષ્મણ ઉર્ફે મુન્ની રાજપૂતે તેને આ દારૂનો જથ્થો પૂરો પાડ્યો હોવાની વિગતો સપાટી પર આવતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. અને આ અંગે આગળની તપાસ બાપોદ પોલીસને સોંપવામાં આવી હતી.

દારૂનો જથ્થો ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી.બી. આલ, પી.એસ.આઈ. એસ.એમ. ભરવાડ તથા સ્ટાફના સરદારભાઈ, કુલદિપ, હરદિપસિંહ, સંજયભાઈ, સુરેશભાઈ, ભુપેન્દ્રસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

(FunRang Joke)

પકડું સાઈકલ પર જતો હતો. એણે એક રાહદારીને ટક્કર મારી અને કહ્યું, ભાઈ, બહુ નસીબદાર છે તું.

વાગવાથી અકળાયેલા રાહદારીએ કહ્યું, એક તો સાઈકલ અથાડે છે અને કહે છે નસીબદાર છું…

પકડું કહેઃ જુઓ એવું નથી, હમણાં ટ્રક ડ્રાઈવરની નોકરી લેવા જ ગયો હતો. નોકરી ના મળી એટલે સાઈકલ પર આવ્યો… બાકી…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *