• વલસાડ તાલુકાના નાની સરોણ ગામમાં દીપડીએ આતંક મચાવ્યો હતો.
  • દીપડી વન વિભાગે ગોઠવેલાં પાંજરામાં પુરાઈ જતાં ગ્રામજનોને હાંશકારો.

Mehulkumar Vyas. [9978918796]

વલસાડ । એક દીપડીએ છેલ્લાં સાતેક દિવસોથી નાની સરોણ ગામમાં પશુઓના મારણ કરી આતંક મચાવ્યો હતો. દીપડીએ વાછરડીઓ અને મરઘાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલાં પાંજરામાં દીપડી પુરાઈ જતાં ગ્રામજનોએ હાંશકારો અનુભવ્યો હતો.

છેલ્લાં સાતેક દિવસમાં રાતના સમયે ત્રાટકતી દીવડીએ નાની સરોણ ગામમાં પાંચેક પશુપાલકોના તબેલામાં ઘુસીને વાછરડીઓનું મારણ કર્યું હતું. તેમજ ઘણાં પશુપાલકોના મરઘાં ઉઠાવી ગઈ હતી. ગઈકાલે રાત્રે જ દીપડીએ એક વાછડીનું મારણ કર્યું હતું. દીપડીના પશુઓ પર થઈ રહેલાંથી થથરી ઉઠેલાં ગ્રામજનોએ સંધ્યાકાળ બાદ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.

દીપડીના હુમલાઓ અંગે જાણ થતાં ચણવઈ વનવિભાગની ટીમ દ્વારા ગત રાત્રે નાની સરોણ ગામ ખાતે પીંજરું ગોઠવવામાં આવ્યું હતું. વનવિભાગના પીંજરામાં આજે વહેલી સવારે દીપડી પુરાઈ ગઈ હતી. દીપડીને જોવા માટે ગ્રામજનોના ટોળાં ઉમટ્યા હતાં. જોકે, આસપાસના વિસ્તારમાં હજી દીપડાં ફરી રહ્યા હોવાની ગ્રામજનોમાં ચર્ચા ઉઠવા પામી હતી. પરંતુ, દીપડી પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોએ હાંશકારો અનુભવ્યો હતો.

(FunRang Joke)

પકડું સાઈકલ પર જતો હતો. એણે એક રાહદારીને ટક્કર મારી અને કહ્યું, ભાઈ, બહુ નસીબદાર છે તું.

વાગવાથી અકળાયેલા રાહદારીએ કહ્યું, એક તો સાઈકલ અથાડે છે અને કહે છે નસીબદાર છું…

પકડું કહેઃ જુઓ એવું નથી, હમણાં ટ્રક ડ્રાઈવરની નોકરી લેવા જ ગયો હતો. નોકરી ના મળી એટલે સાઈકલ પર આવ્યો… બાકી…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *