વિક્રમ સંવત 2078 પોષ સુદ – નોમ

આજની ચંદ્ર રાશિ – મેષ

મેષ (અ,,ઈ)

આજે સ્વાસ્થ્ય સારું રહી શકે છે. આર્થિક મુસીબતોનો સામનો કરવો પડે શકે છે, શક્ય છે કે આપ જરૂર કરતાં વધારે ખર્ચો કરશો. આજે પર્સની ખાસ કાળજી લેવી જરૂર. ટેક્સ અને વીમાને લગતાં કામોમાં ખાસ ધ્યાન રાખશો. પ્રિયજન તરફથી ભેટ સોગાદ મળી શકે છે.

વૃષભ (બ,,ઉ)

આજે વાહન ચલાવતી વખતે ખાસ વિશેષ ધ્યાન રાખવું જરૂરી. મનોરંજન પાછળ નાણાં ખર્ચ કરવાનું ટાળશો. આજે જીવનમાં પ્રેમના અભાવની અનુભુતી થઈ શકે છે. આજે કોઈની સાથે ચર્ચા કે વાદ વિવાદમાં પડશો નહીં. આજે કોઈની સાથે મનની વાત કહેવાનો અર્થ નથી.

મિથુન (ક,,ધ)

આજે મિત્રો તરફથી સારી એવી મદદ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સમસ્યાઓ દૂર કરવા રચનાત્મક વિચારને અમલમાં લેવા જરૂરી. બાળકોને અભ્યાસમાં મદદ કરી શકશો. છેલ્લાં ઘણાં સમયથી જે યોજના પર આપ કામ કરી રહ્યા હતાં એમાં વિશેષ ધ્યાન આપશો.

કર્ક (ડ,હ)

આજે ઘરમાં એવું વાતાવરણ રહેશે કે આપને તણાવનો સામનો કરવો પડે શકે છે. શારિરિક સમસ્યાઓ હેરાન કરી શકે છે. આજના દિવસે મન શાંત રાખવું જરૂરી છે. કોઈના વિશ્વાસ પર કામ કરવું નહીં. તમે કરેલા કર્મોનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે. આજે ખોટું બોલવું નહીં.

સિંહ (મ,ટ)

આજનો દિવસ આપના માટે સફળતાનો દિવસ છે. ઇશ્વરની કૃપા આપના પર રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે આપની મુલાકાત થઈ શકે છે. વડીલો આજે તમારા વિચારોનું સમર્થન કરશે. પ્રિયજન સાથે આજનો દિવસ એકદમ ખુશનુમા રહેશે. જીવનસાથી સાથે વિવાદ ટાળવો.

કન્યા (પ,,ણ)

આજે બાળકોને કારણે આપને પરેશાની રહી શકે છે. કોઈ ખોટી માનસિક ચિંતા આપને હેરાન કરી શકે છે. જીવનસાથી પર ભરોસો રાખશો તો શાંતિ પ્રાપ્ત થશે. બાળકની પ્રગતિ માટે આપનાં શબ્દો પર ખાસ ધ્યાન રાખશો. આજનો દિવસ આનંદમય રહેશે.

તુલા (ર,ત)

આપના ભાઈ ભાંડુની મદદ કરવામાં તમે આગળ આવશો. તમારા અહંકારને બાજુ પર મુકીને આજના દિવસે આપ કોઈ કાર્ય કરી શકો છો. જીવનસાથી સાથે આજે કોઈ વિશેષ મુદ્દા પર ચર્ચા કરવાના યોગ છે. આપના વિચારોમાં આજે સકારાત્મકતા જોવા મળશે.

વૃશ્ચિક (ન,ય)

આજે આપના મનમાં વૈરાગ્યનો ભાવ રહી શકે છે. જીવનને એની સાર્થકતા સમજવાનો પ્રયાસ કરી શકો છો. ભાઈ ભાડું સાથે આજે સંબંધ સુદ્રઢ બની શકે છે. આજનો દિવસ આપ સકારાત્મક વિચારોથી શરૂ કરશો તો આનંદ પ્રાપ્ત થશે. નરાકાત્મક વિચારો ટાળવા.

ધન (ભ,,,ધ)

આજે એવા વ્યક્તિને મળશો જેને આપ ઘણાં સમયથી સરખી રીતે મળ્યા નથી. આપનો અહંકાર બાજુમાં રાખીને ઘણાં કાર્યો કરી શકો છે. નાણાંકિય દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ શુભ રહેશે. સંતાનોની લાગણીને આજે આપ બહુ સારી રીતે સમજી શકશો.

મકર (ખ,જ)

આજે આપને માનસિક મુંઝવણ રહેશે. કોણ પોતાનું છે કોણ પારકું છે એ વાત આપને સમજવામાં ખૂબ તકલીફ પડશે. મગજને શાંત રાખીને વિચાર કરશો તો લાભ પ્રાપ્ત થઈ શકે છે. વડીલોની વાત માનવાથી આપના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે.

કુંભ (ગ,,,સ)

આજે તમે કરેલા કર્મોનું પરિણામ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે ખોટું બોલવાને કારણે તકલીફ ભોગવી શકો છો. માતા – પિતાના આર્શિવાદ પ્રાપ્ત થવાને કારણે કામોમાં રાહત પ્રાપ્ત થશે. આજે આપને જરૂર કરતાં વધુ પડતો આત્મવિશ્વાસ નડી શકે છે. મધ્યમ દિવસ છે.

મીન (દ,,,થ)

આજે આપનું મન દુઃખી રહી શકે છે. તમે કરેલાં ચિટીંગના વિચારો મન પર છવાયેલા રહેશે. આજે કોઈનો સાથ પ્રાપ્ત થશે નહીં. આજે જીવનસાથી સાથે ચકમચ ઝરી શકે છે. જો હકારાત્મ વિચાર કરશો તો સારો દિવસ જઈ શકે છે. તમારી નિષ્ફળતાનો દોષ બીજા પર નાંખવો નહીં.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *