- સમા વિસ્તારમાં માસીના ઘરે રહી અભ્યાસ કરતો રૂપેશ ડાવરને અભ્યાસથી થાકી ગયો હતો.
- માસીના ઘરેથી નિકળી મહારાષ્ટ્ર ખાતે રહેતી માતાને મેસેજ કર્યો.
- સમા પોલીસે ગણતરીના સમયમાં રૂપેશને શોધી કાઉન્સિલગ કર્યું.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । સમા વિસ્તારની રાંદલધામ સોસાયટીમાં માસીના ઘરે રહી પારૂલ યુનિ.માં અભ્યાસ કરતાં યુવકે મહારાષ્ટ્ર રહેતી માતાને અભ્યાસથી કંટાળી ગયો હોવા અંગેનો મરાઠી ભાષામાં મેસેજ કર્યો હતો. મેસેજ પરથી માતાએ વડોદરા જાણ કરી હતી. અભ્યાસથી થાકીને ઘરેથી નિકળી ગયેલો યુવક કોઈ અજુગતું પગલું ભરે એ પહેલાં સમા પોલીસે એને કમાટીબાગમાંથી શોધી કાઢ્યો હતો.
મૂળ મહારાષ્ટ્રનો વતની રૂપેશ મનોજ ડાવર વડોદરા ખાતે સમા વિસ્તારની રાંદલધામ સોસાયટીમાં રહીને પારૂલ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સોમવારના રોજ સવારે 5-45 વાગ્યે રૂપેશ માસીના ઘરેથી નિકળી ગયો હતો. ત્યાંથી નિકળ્યા બાદ તેણે મહારાષ્ટ્ર રહેતી માતાને મરાઠી ભાષામાં મેસેજ કર્યો હતો.
રૂપેશ મેસેજમાં લખ્યું હતું કે, “સોરી, મમ્મી મારે આ કરવું પડે છે, મારું દિમાગ કામ કરતું નથી. આ વિચાર એટલે આવે છે કે હું તમારા પૈસા બગાડું છું. અને પપ્પા અને તું મારી માટે કેટલું બધું કરો છો પણ મારાથી ભણતર થતું નથી. અને આ બધું કહેવાની તાકાત મારામાં નથી. હું ડિપ્રેશનમાં જતો રહ્યો છું. હવે મારાથી આ પ્રોબ્લેમ સહન થતો નથી. મેં ભણવાની બહુ કોશીશ કરી પણ છેલ્લે હું હારી ગયો છું. બસ આટલું જ કહેવું હતું.”
પુત્રનો ડિપ્રેશનભર્યો મેસેજ મળતાં જ માતાએ આ અંગે વડોદરા જાણ કરી હતી. જેને પગલે રૂપેશના માસી સહિતના પરિવારજનોએ સમા પોલીસનો સંપર્ક કર્યો હતો. સમા પોલીસ મથકના પી.આઈ. એન.એય. બ્રહ્મભટ્ટ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરાવવામાં આવી હતી. સમા પોલીસ મથકના સ્ટાફની અલગ અલગ ટીમોએ રૂપેશની શોધખોળ હાથ ધરી હતી. બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, બાગ – બગીચાઓમાં શોધખોળ દરમિયાન સમા પોલીસની ટીમને રૂપેશ કમાટીબાગમાંથી મળી આવ્યો હતો. રૂપેશ ડાવરનું કાઉન્સિલિંગ કરી સમા પોલીસની ટીમે તેને માસીને સુપરત કર્યો હતો.
🙂 (FunRang Joke) 🙂
ટાઈગરે પુછ્યું શું કરે છે?
મોબાઈલમાં વ્યસ્ત પકડુંએ કહ્યું કે, ચેટિંગ.
ટાઈગરઃ ચેટિંગ એટલે શું?
પકડુઃ સામ સામે ના હોવા છતાં એકબીજાનું ભેજું ચાટવાની કળા એટલે ચેટિંગ.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz