વિક્રમ સંવત 2078 પોષ સુદ – દશમ
આજની ચંદ્ર રાશિ – મેષ (રાત્રે 10.44 સુધી) વૃષભ
મેષ (અ,લ,ઈ)
આજે સમારોહમાં કે લોકોની સાથે વાત કરવાનું આપને ગમશે નહીં. આત્મવિશ્વાસ ઓછો રહેશે. આજે નાણાંની કમાણી થાય એવા કોઈ કામમાં ધ્યાન આપશો. વિવાદાસ્પદ બાબતોમાં પડવું નહીં. આજે કામનું ભારણ અધિક રહેશે. જોકે, સર્જનાત્મક કાર્ય કરવા માટે આજનો દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે કામ કરવા માટે પોતાનાં પર વધુ દબાણ અનુભવવાને બદલે આરામ કરવો જરૂરી. આજે આપ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની શકશો. જે ઓળખાણ અને પુરસ્કારની આપને આશા હતી એ આપને નહીં મળવાથી હતાશા પ્રાપ્ત થઈ શકે છે. આજનો દિવસ મધ્યમ રહેશે.
મિથુન (ક,છ,ધ)
આજે આપની ઉર્જામાં ઘટાડો થઈ શકે છે. નાની નાની બાબતોમાં આપ ખિજવાઈ કે મુંઝવણ અનુભવી શકો છો. અટકેલું ધન આપને પ્રાપ્ત થવાથી આર્થિક રાહત પ્રાપ્ત થશે. દોસ્તોને કારણે ખોટા માર્ગે ચાલી શકો છો. આપના કામ અને શબ્દો પર ખાસ ધ્યાન રાખશો.
કર્ક (ડ,હ)
મનમાં નૈતિકતાનો ભાવ રાખશો તો આપને માર્ગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી. વૈવાહિક જીવનમાં આજનો દિવસ ઉત્તમ રહેશે. વિવાદોમાં પડવું હિતાવહ નથી. આપની કોઈ વાતથી આપના નજીકનાં લોકોને ખોટું લાગી શકે છે. યાત્રાથી લાભ થઈ શકે.
સિંહ (મ,ટ)
આજે આપ અધિક ઉર્જાવાન રહેશો. આજે આપનું દરેક કાર્ય યોગ્ય દિશામાં થશે. નાણાં રોકાણ અંગેની બાબતમાં આજે પડશો નહીં. જીવનસાથી પર આજે કોઈજાતનું દબાણ નાંખશો નહીં. આજે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો એ આપને હેરાન કરી શકશે.
કન્યા (પ,ઠ,ણ)
આજે રોમાંસને નિયંત્રણમાં રાખવો જરૂરી, શારીરિક હેરાનગતિ થઈ શકે છે. આજે આપને કોઈ નવો વિચાર આવી શકે છે જે આર્થિક લાભ આપી શકે છે. પરિવારજનો સાથે સંબંધ સારો કરી શકો છો. જીવનનો છાંયડો જોઈ રહ્યો છો તો તડકો પણ મળશે એવી આશા રાખવી.
તુલા (ર,ત)
આજે આપને તમામ બાબતોમાં અધિક શંકા રહેશે. બેન્કના લેણદેણમાં ખાસ સાવધાની રાખશો. મિત્રો આજે આપના જીવનમાં જરૂર કરતાં અધિક દખલ કરશે. આજે દરેક બાબતોને બહુ ચીવટથી સમજવી અને એ પ્રમાણે પ્રત્યુત્તર કે પ્રતિક્રિયા આપવી જરૂરી.
વૃશ્ચિક (ન,ય)
આજે મિત્રના કારણે કોઈ એવા વ્યક્તિની સાથે મુલાકાત થશે જે આપના જીવન પર બહુ ઉંડી છાપ પાડશે. બજેટ કરતાં વધુ ખર્ચો કરશો તો આર્થિક તંગી ભોગવી શકો છો. કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા વડીલ આપની સહાયતા કરી શકે છે. જીવનસાથી સાથે કોઈ વિવાદ કરવો નહીં.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે કામના ભારણને કારણે સ્વભાવમાં ચીડચીડીયાપણું રહી શકે છે. આજે આ રાશીના જાતકો એવી જગ્યાએ રોકાણ કરવા માટે તૈયાર હશો જેમાં ભવિષ્યમાં લાભ થાય. આજનો દિવસ ફાયદાકારક છે. તમામ બાબતો આપના પક્ષમાં આવતી હોય એવું આપને લાગશે.
મકર (ખ,જ)
કોઈ સંત પુરુષના આર્શિવાદથી આપને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. અનુમાનને આધારે નાણાંનું આજે રોકાણ કરવું નહીં. આજે સ્વભાવમાં ઉદારતા રાખશો તો ઘણી શાંતિ પ્રાપ્ત થશે. કોઈ નજીકની વ્યક્તિ આપનો ગેરલાભ ઉઠાવે નહીં એનું ધ્યાન રાખશો.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે આપ તન – મનથી થાક અનુભવશો. થોડો આરામ અને પૌષ્ટિક ખોરાક ઉર્જા આપી શકે છે. ઝડપથી પૈસા કમાવવાની વૃત્તિ પર નિયંત્રણ રાખશો. પ્રેમીજન સાથે વિખવાદની શક્યતા છે. ખોટા માર્ગ પર લઈ જતાં લોકોથી સાવધાન રહેવું જરૂરી છે. મધ્યમ દિવસ.
મીન (દ,ચ,ઝ,થ)
આજે શારીરિક સમસ્યાથી પરેશાન થશો. ભૂતકાળમાં કરેલાં ખોટા કર્મો અંગેના વિચારો આપને હેરાન કરી શકે છે. આજે આપના માતા – પિતા કે પરિવારજન સાથે નજર નહીં મેળવી શકો. સેમિનાર કે ચર્ચાસત્રમાં ભાગ લઈને માનસિક ભારણ ઘટાડી શકો છો. મધ્યમ દિવસ.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya