• અમદાવાદના માણેકબાગ ખાતે બનેલો વિચિત્ર બનાવ.
  • કારનો ડ્રાઈવર સૂતો હતો, લોકોએ માન્યુ બેભાન થઈ ગયો છે… અને ફાયર બ્રિગેડ બોલાવી.

Mehulkumar Vyas. [9978918796]

અમદાવાદ । સામાન્ય રીતે દારૂ પીધેલો વ્યક્તિ ટોળાં એકઠાં કરતો હોય છે પરંતુ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં આજે એક પીને લક્ઝુરિયસ કારમાં સૂઈ ગયેલાં શંકાસ્પદ નશેબાજને કારણે ટોળાં એકઠાં થયા હતાં. અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસને દોડવું પડ્યું હતું.

વાહન વ્યવહારથી ધમધમતાં માણેકબાગ વિસ્તારના પોપટલાલ પાર્ક પાસે આજે સાંજના સમયમાં એક લક્ઝુરીય કારમાં એક શખ્સ બેભાન હાલતમાં હોવાની આશંકાને પગલે લોકો એકઠાં થઈ ગયા હતાં. લોકોએ કારના કાચ ખખડાવવા સહિતના પ્રયાસો કરવા છતાં કારમાં રહેલ વ્યક્તિએ સ્હેજપણ પ્રતિક્રિયા આપી નહોતી. કેટલાંક લોકોનું તો માનવું હતું કે કારમાં રહેલો શખ્સ મૃત્યુ પામ્યો છે. શંકા કુશંકાને પગલે આખરે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. તેમણે કારનો પાછળનો કાચ તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર કાઢતાં જ એ વ્યક્તિ લથડિયા ખાવા લાગ્યો હતો. બીજી તરફ, ઘટનાની જાણ થતાં આવી પહોંચેલી સેટેલાઈટ પોલીસે લક્ઝુરીયસ કારનો ડ્રાઈવર નશો કરેલો હતો કે કેમ તે જાણવા હોસ્પિટલ મોકલ્યો હતો.

હાલના તબક્કે લક્ઝુરીયસ કારનો ડ્રાઈવર નશામાં હતો કે તેની તબિયત લથડી હતી એ અંગે ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી. જોકે, બનાવને પગલે માણેકબાગ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

 🙂 (FunRang Joke) 🙂 

ટાઈગર ફૂલ ટાઈટ થઈ ગયો હતો.

પકડું – અલા ભાઈ, આટલો ટલ્લી કેમ થઈ ગયો છે?

ટાઈગર – મજબૂરી હતી…

પકડું – કેવી મજબૂરી?

ટાઈગર – બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હતું…

(આજના ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ વિડીયોમાં)

 ➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

 ➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *