- ભરૂચના ટંકારીયા ખાસે યોજાયેલા લગ્નોત્સવમાં ક્ષોભજનક વસ્ત્રો પહેરેલી ડાન્સર્સ પર નોટો ઉછળી.
- ગુજરાત પ્રદેશ એલજીપી ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લાના પ્રમુખ અબ્દુલ કામઠી ભાણીયાના લગ્નમાં નાચ્યા.
Mehulkumar Vyas. [9978918796]
ભરૂચ । લોક જનશક્તિ પાર્ટી (LJP)ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીએ લગ્નોત્સવ નિમિત્તે આયોજિત પાર્ટીમાં ક્ષોભજનક વસ્ત્રો પહેરેલી ડાન્સર્સ સાથે ઠુમકા લગાવી પોતાની શક્તિનું જાહેર પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં રાજકીય મોરચે ચકચાર મચી જવા પામી છે.
વાઈરલ થયેલાં વિડીયોમાં જોઈ શકાય છે કે, અબ્દુલ કામઠી મેં હું ડોન… ગીત પર ડાન્સર્સ સાથે નાચી રહ્યાં છે. ડાન્સર્સ પર નોટો ઉડાડી રહ્યાં છે. સ્ટેજ પર લોકો એકઠાં થાય એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તો ના જ થાય. પરંતુ, માસ્ક પહેરવાની પણ કોઈએ દરકાર રાખી નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરીને લગ્નોત્સવ યોજાયો હોવાની પણ શક્યતા છે. જોકે, પોલીસ તંત્ર રાજકીય અગ્રણીના ગરેબાનમાં હાથ નાંખતાં પહેલાં એક લાખ વાર વિચાર કરતી હોય છે. માટે આ અંગે કોઈ કાયદાકીય પગલાં નહીં લેવાય એ સ્વાભાવિક છે.
વાઈરલ થયેલાં વિડીયો અંગે અબ્દુલ કામઠીએ સમાચાર માધ્યમોને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટે વિડીયો વાઈરલ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. એક અઠવાડિયા પહેલાં મારા ભાણીયાના લગ્ન પ્રસંગે ઓર્કેસ્ટ્રા બોલાવાયું હતું. જેમાં પરિવારજનો મને સ્ટેજ પર જબરદસ્તી લઈ ગયા હતાં. સામાજીક જીવનની સાથે મારું પારીવારીક જીવન પણ છે. ડાન્સર્સ પર મેં 300 રૂપિયા ઉડાવ્યા હતાં. આ વિડીયો મારી સાથે દ્વેષભાવ રાખીને વાઈરલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વાઈરલ થયેલાં વિડીયોને જોતાં એવું સ્હેજપણ નથી લાગતું કે અબ્દુલ કામઠી પરાણે સ્ટેજ પર ડાન્સર્સ સાથે ડાન્સ કરી રહ્યાં હોય.
😛 (FunRang Joke) 😛
પકડું ખેતરમાં ગયો હતો.
પકડું – (ખેડૂતને) આ શેનાં છોડ છે?
ખેડૂત – કપાસ..
પકડું – આનાથી શું બને?
ખેડૂત – કપાસમાંથી કપડાં બને.
પકડું – ઓકે… તો આમાં ખબર કેવી રીતે પડે કે, કયો છોડ શર્ટનો છે કયો પેન્ટનો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz