- સત્તાધારી જૂથની પેનલના જીગર ઇનામદાર અને મયંક પટેલનો ભવ્ય વિજય.
- સંકલન સમિતિનું સૂરસૂરીયુઃ ડોનર્સ કેટેગરીમાં સંકલન સમિતિની ડિપોઝીટ ડુલ.
- જીગર ઇનામદારે મતદારોને ચરણસ્પર્શ કરી આવકાર આપ્યો હતો.
- 111 રૂમનું એલ્યુમીનાઈ કોમ્પ્લેક્ષ નિર્માણ કરાવવાનો ધ્યેયઃ જીગર ઇનામદાર
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની પ્રતિષ્ઠિત સેનેટની ચૂંટણીમાં આજે વધુ એકવાર સત્તાધારી જૂથનો દબદબો રહ્યો હતો. ડોનર્સ કેટેગરીમાં સત્તાધારી જૂથની પેનલના જીગર ઇનામદાર અને મયંક પટેલ (ટૂંકમાં જી – મ)નો ભવ્ય વિજય થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજરોજ યોજાયેલી ત્રણ કેટેગરીની ચૂંટણીમાં સંકલન સમિતિનું સૂરસૂરીયું થઈ ગયું હતું. એમાંય ડોનર્સ કેટગરીના સંકલન સમિતિના ઉમેદવારોને ખૂબ ઓછા મત મળતાં ડીપોઝીટ ડૂલ થઈ ગઈ હતી.
મ.સ.યુનિ. સેનેટની આ વર્ષની ચૂંટણી પૂર્વેથી સંકલન સમિતિએ સત્તાધારી જૂથ સામે વિવિધ આક્ષેપો કરી, જીતવાનો માર્ગ બનાવ્યો હતો. જોકે, સંકલન સમિતિના તમામ આંકલનો ખોટા સાબિત થયાં છે. જીગર ઇનામદારના નેતૃત્વ હેઠળ ટીમ એમ.એસ.યુ. દ્વારા આ વર્ષની ચૂંટણીમાં વધુ જોરદાર રિઝલ્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
આજરોજ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને ડોનર્સ કેટેગરી, સ્કૂલ પ્રિન્સિપાલ કેટેગરી તેમજ સેકન્ડરી સ્કૂલ ટીચર કેટેગરીની ચૂંટણી યોજાઈ હતી. સાંજે ચૂંટણીના પરિણામો જાહેર થયા હતાં.
જેમાં ડોનર્સ કેટેગરીમાં ટીમ એમએસયુના જીગર ઇનામદાર અને મયંક પટેલે સંકલન સમિતિના વ્રજેશ પટેલ અને પ્રતિક જોશીને મોટા માર્જીનથી હરાવીને જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે સ્કૂલ પ્રિન્સિપાલ ટીમ એમએસયુના ભાસ્કર દેસાઈનો વિજય થયો હતો. જ્યારે સેકન્ડરી સ્કૂલ ટીચર કેટેગરીમાં પણ ટીમ એમએસયુના કિરણ પટેલનો વિજય થયો હતો.
આજે મતદાન દરમિયાન જીગર ઇનામદારે વડીલ મતદારોનું સ્વાગત ચરણ સ્પર્શ કરીને કર્યું હતું. જીગર ઇનામદારે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષોમાં અમારી સારી કામગીરી જોઈને જ મતદારોએ વધુ એકવાર અમને જંગી બહુમતિથી જીતાડ્ય છે. એમ.એસ. યુનિ. કેમ્પસમાં કોઈપણ પ્રકારની રાજનીતિ હોવા જોઈએ નહીં. અમે આ જ મુદ્દાઓ પર લડત આપી છે. અમારું પહેલું ટાર્ગેટ 111 રૂમનું એલ્યુમીનાઈ કોમ્પ્લેક્ષ નિર્માણ કરાવવાનું છે. જેથી યુનિ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વડોદરા આવે તો તેઓને સગવડ પ્રાપ્ત થઈ શકે. તેમજ ડોનર્સ માટે ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરાવી, યુનિ.ને વધુ ડોનેશન પ્રાપ્ત થાય તે દિશામાં કાર્ય કરીશું.
😛 (FunRang Joke) 😛
પકડું ખેતરમાં ગયો હતો.
પકડું – (ખેડૂતને) આ શેનાં છોડ છે?
ખેડૂત – કપાસ..
પકડું – આનાથી શું બને?
ખેડૂત – કપાસમાંથી કપડાં બને.
પકડું – ઓકે… તો આમાં ખબર કેવી રીતે પડે કે, કયો છોડ શર્ટનો છે કયો પેન્ટનો?
(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં છપાયેલા ન્યૂઝ કાર્ટન જુઓ આ વિડીયોમાં)
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz