- મકરસંક્રાંતિની મઝા માણવા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી.
- ઉત્તરાયણ પર્વ પૂર્વે કોરોના પોઝિટીવ આંક ચાર આંકડામાં પહોંચ્યો.
- બુધવારના રોજ 24 કલાકનો કોરોના પોઝિટીવ આંક 862 આવ્યો હતો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । ઉત્સવપ્રિય નગરી વડોદારમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના કેસનો આંકડો 1047 સામે આવ્યો છે. ત્યારે આવતીકાલે સરકારી નિયમોનું પાલન કરીને મકરસંક્રાતિની મઝા માણવી આવશ્યક બને છે, અન્યથા બેદરકાર લોકોનો કોરોના પેચ કાપી જાય તેવી શક્યતાઓ જણાય છે.
બેદરકારી પૂર્વક ટોળવાને બદલે પોતાના સહિત પોતાના સ્વજનો – પરિવારજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી, બને ત્યાં સુધી દૂર ઉભા રહી મઝા કરવી જરૂરી છે. શક્ય હોય તો ફિરકી પકડનારને પણ છ ફૂટ દૂર ઉભો રાખવો કે રાખવી. ચણી બોર કે ચીકી સહિતની ચીજવસ્તુઓ ખાવા માટે અને માત્ર કોઈની પતંગ કાપી નાંખો ત્યારે કાઈ પો છે ની બૂમ પાડવા માટે જ માસ્ક નીચે કરવું. પોલીસ દ્વારા ડી.જે.ની પરવાનગી આપવામાં આવી નથી. તો હેન્ડ્સ ફ્રી દ્વારા ફૂલ વોલ્યૂમમાં ગીતો સાંભળી મઝા કરી શકાય છે. આ બધુ જસ્ટ જાણ ખાતર… હવે મૂળ વાત પર આવીએ.
વડોદરા મહાનગર સેવાસદનની સત્તાવાર યાદી અનુસાર છેલ્લાં 24 કલાકમાં 11,099 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 1047 કેસ પોઝિટીવ મળી આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે પહેલીવાર કોરોના પોઝિટીવ આંકડો એક હજારને પાર પહોંચ્યો છે. લોકો સાવધાની રાખવાનું ટાળશે તો આ આંકડો વધશે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.
છેલ્લાં 24 કલાકમાં જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીન, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલપુર, બાપોદ, વાઘોડીયા વિસ્તારમાંથી કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. હાલ 170 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી 12 વેન્ટીલેટર પર છે અને 69 ઓક્સિજન પર છે.
અત્રે નોંધનિય છે કે, કોરોના કાળમાં અત્યાર સુધીમાં વડોદરામાં કુલ 77,384 વ્યક્તિ સત્તાવાર રીતે કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાંથી સત્તાવાર રીતે 73,224 સાજા થઈ ગયા છે.
(FunRang Joke)
પકડું ખેતરમાં ગયો હતો.
પકડું – (ખેડૂતને) આ શેનાં છોડ છે?
ખેડૂત – કપાસ..
પકડું – આનાથી શું બને?
ખેડૂત – કપાસમાંથી કપડાં બને.
પકડું – ઓકે… તો આમાં ખબર કેવી રીતે પડે કે, કયો છોડ શર્ટનો છે કયો પેન્ટનો?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz