➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – બારસ

 ➡ આજની ચંદ્ર રાશિ – વૃષભ

:arrow: મેષ (અ,,ઈ)

આજે આપને પરિવારજનો તરફથી સકારાત્મક પ્રોત્સાહન પ્રાપ્ત થશે. જોકે, પતંગ કાપવાનો ઉત્સાહ કાબૂમાં રાખવો, નહીંતર ઇજા થઈ શકે છે. રોમાંટિંક વિચારોને કાબૂમાં રાખવા જરૂરી, નહીંતર ધાબા પર ધમાલ થઈ શકે છે. આજે વૈવાહીક જીવનમાં દિવસ મધ્યમ રહેશે.

:arrow: વૃષભ (બ,,ઉ)

આજે પતંગ ચગાવવાનું આપનામાં અધિક જોર રહેશે. ખેંચ મારી શકશો. આજે નાણાંનો ખર્ચ કરવા પર કાબૂ રાખવો જરૂરી. ભાઈ ભાંડુઓના આગમનને કારણે મન પ્રફૂલ્લિત રહેશે. આ રાશિના કેટલાક જાતકોના જીવનમાં નવો પ્રેમીજન કિન્ના બાંધી શકે છે. દિવસ શુભ રહેશે.

:arrow: મિથુન (ક,,ધ)

આજે આ રાશીના ઘણાં જાતકો ધાબા પર ચમત્કારીક દેખાવ કરી શકે છે. આપનો ભાઈ અપેક્ષા કરતાં વધુ મદદગાર સાબિત થઈ શેક છે. જીવનસાથી સાથે આજે ધાબા પર મજાક મસ્તી કરીને આનંદ પ્રાપ્ત કરી શકો છો. શક્ય હોય તો એને પતંગ ચગાવવા દેવી.

:arrow: કર્ક (ડ,હ)

આજે આકાશમાં ચાલતા પતંગોના દાવપેચ આપ બહુ સારી રીતે ગણતરી કરી શકશો. છતાં પતંગ કપાઈ જાય તો દુઃખી થવાને બદલે સકારાત્મક વિચારધારા રાખશો. આજે આપ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. આપની કલાત્મક અન રચનાત્મક ક્ષમતા આજે નિખરશે.

:arrow: સિંહ (મ,ટ)

આજે નાનપણની બાબતો આપના મગજ પર ગુંદરપટ્ટીની માફક ચોંટેલી રહી શકે છે. આજે આપના ધૈર્યની કસોટી થાય એમ છે, લોકોની વાતોને ઠંડા પવનની જેમ વહેવા દેવી.આજે જીવનસાથી સાથે લગ્નના શરૂઆતના સમયની તાજગીનો અહેસાસ કરી શકશો.

:arrow: કન્યા (પ,,ણ)

આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આકાશ આખું રંગાયેલું છે અને આપ ચીકી – બોરમાં ધ્યાન રાખો એ યોગ્ય નથી. આજે કોઈ સારા સમાચાર આપને આનંદ આપશે. તબિયતની કાળજી લેવી. પરિવારજનો સાથે મળવાથી આનંદીત રહી શકશો. પોતાના અહંકાર પર કાબૂ રાખવો જરૂરી.

:arrow: તુલા (ર,ત)

આજે કોઈ મિત્રની જ્યોતિષિય સલાહને કારણે આપના જીવનનો પતંગ હવા પામી શકશે. આજે પોતાના ભાઈ ભાંડુને મદદ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. આજે પરિવારજનો સાથે પતંગ ચગાવવાનો આનંદ પ્રાપ્ત કરી શકશો. આજે આપને લાગશે કે લગ્નનો સંબંધ સ્વર્ગમાં બંધાય છે.

:arrow: વૃશ્ચિક (ન,ય)

આજે આપની ઉર્જાનું સ્તર ઉંચું રહેશે માટે તમારી પતંગ જલ્દી કપાય એવી શક્યતા ઓછી છે. જોકે, નાણાંની બચત માટે વડીલોની સલાહ લેવી જરૂરી છે. પરિવારજનોની જરૂરીયાત પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. આજે જીવનસાથીની નજીક ગુંદરપટ્ટીની માફક ચોંટ્યા રહેવું જરૂરી.

:arrow: ધન (ભ,,,ધ)

આજે શારીરિક સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થવાના પ્રબળ યોગ છે. જેથી આપ આજે પૂરજોશમાં મકરસંક્રાતિનો આનંદ ઉઠાવી શકો છો. ભાઈ – બહેનની મદદથી ધન લાભની શક્યતા છે. આજે નવા દોસ્તો બની શકે છે. કોઈ આધ્યાત્મિક વ્યક્તિની મુલાકાત થઈ શકે છે.

:arrow: મકર (ખ,જ)

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. અજાણ્યા લોકોની સલાહ પર કરેલું રોકાણ લાભકારક નિવડી શકે છે. આજે ડી.જે.ના તાલે ધાબા પર નાચશો કૂદશો. જીવનસાથી આપને સમય નથી આપતો એની આજે ધાબા પર ખુલીને ચર્ચા કરી શકશો. ચીક્કી સહિતનું ગળ્યું માપમાં ખાશો.

:arrow: કુંભ (ગ,,,સ)

આજે આપ સામા પવને પતંગ ચગાવી શકશો. આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાના યોગ છે. હરવા ફરવાના મૂડ પર કાબૂ રાખવો જરૂરી. આજે આપ કાવાદાવા – દાવપેચના વિચારો ત્યજીને મોજ કરી શકશો. જીવનસાથી તમારા માટે સર્વોત્તમ છે એ સમજાશે.

:arrow: મીન (દ,,,થ)

તમે લોકોની દોરી કાપીને આગળ વધવા માંગો છો, એ વૃત્તિનો ત્યાગ કરવા માટે યોગ્ય દિવસ છે. સાસરી પક્ષ તરફથી ધનલાભ થઈ શકે છે. આજે લગ્નજીવનથી જોડાયેલા જોક્સ વાંચી રિલેક્સ થશો. નકારાત્મક વિચારો સાથે તમે પવનને તમારી દિશામાં નહીં પલટી શકો.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *