➡ પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું છે નામ વગરનું રેલ્વે સ્ટેશન.

 ➡ ભારતમાં કુલ 7349 નાના મોટા રેલ્વે સ્ટેશન પૈકી એક માત્ર નામ વગરનું સ્ટેશન.

Mehulkumar Vyas. [9978918796]

Fun2 news । ભારતમાં એક એવું સ્ટેશન છે જે વર્ષ 2008થી નામ વગરનું જ રહ્યું છે. અંદાજે 14 વર્ષથી આ સ્ટેશન પર લાગેલાં બોર્ડ પર સ્ટેશનનું નામ જ ચિતરવામાં આવ્યું નથી. અને છતાં અહી ટ્રેન નિયમિત રીતે આવે છે. પણ, પ્રશ્ન એ થાય કે, આ સ્ટેશન પર ઉતરવા માટે પ્રવાસી ટિકિટ કેવી રીતે ખરીદતાં હશે?

IAS અને IFS જેવી પ્રતિયોગી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતી વેબસાઈટ ટેસ્ટબુકમાં જણાવ્યા પ્રમાણે, 31 માર્ચ 2017 સુધીમાં ભારતમાં કુલ 7349 નાના મોટો રેલ્વે સ્ટેશન છે. જેમાં માત્ર એક જ સ્ટેશન એવું છે જેનું નામ પાડવામાં આવ્યું નથી. અને આ બેનામ સ્ટેશન આવેલું છે પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં.

બર્દવાન શહેરથી લગભગ 35 કિમીના અંતરે આવેલા રૈના નામના ગામ ખાતે વર્ષ 2008માં બનેલું નવું રેલ્વે સ્ટેશન ગ્રામજનોના વિખવાદને કારણે નામ વગરનું રહેવા પામ્યું છે. વાત એવી છે કે, વર્ષ 2008 પહેલાં રૈના ગામની પાસે આવેલાં રૈનાનગર ખાતે નેરોગેજ ટ્રેનનું રેલ્વે સ્ટેશન હતું. અને તે રૈનાનગર રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાતું હતું.

પરંતુ, 2008માં બ્રોડગેજ લાઈન નાંખવામાં આવતાં નવું રેલ્વે સ્ટેશન રૈનાનગરને બદલે રૈના ગામ પાસે બનાવવામાં આવ્યું અને ત્યાંથી વિવાદ સર્જાયો હતો. રૈનાના રહેવાસીઓનો મત હતો કે, નવું રેલ્વે સ્ટેશન એમના ગામ પાસે બન્યું હોવાથી એને રૈનાનગર તરીકે ઓળખવામાં આવવું જોઈએ નહીં. અને આ વિવાદને પગલે આજદીન સુધી રેલ્વે સ્ટેશન બેનામ રહ્યું છે. ગ્રામજનો દ્વારા કોર્ટમાં અનેક વાર અરજી કરવામાં આવી છે, પરંતુ, કોર્ટે અરજી ફગાવી દીધી છે.

બાંકુરા – માસાગ્રામ ટ્રેન આ સ્ટેશન પર દિવસમાં લગભગ છ વાર રોકાય છે. અને જ્યારે કોઈ નવો પ્રવાસી પહેલીવાર આ સ્ટેશન પર ઉતરે છે ત્યારે અચરજ પામે છે. આ ટ્રેન પર ઉતરવા માટે ટિકિટ તો રૈનાનગરની જ લેવામાં આવતી હોય છે. જોકે, રૈના ગામના લોકો રૈનાની ટિકિટ માંગીને પણ ટ્રેનમાં બેનામ સ્ટેશન સુધી પહોંચતાં હોય છે.

 🙂 (FunRang Joke) 🙂 

પકડું – ટાઈગર, કેટલાંક મિત્રો 11માં ધોરણની માર્કશીટ જેવા હોય છે.

ટાઈગર – 11માંની માર્કશીટ જેવા એટલે?

પકડું – જીવનમાં ક્યારેય કામ જ ના લાગે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *