કારેલીબાગ વી.આઈ.પી. રોડ પર ભરબપોરે પૂરઝડપે જતો ખેપીયો ગાય સાથે ભટકાયો.

કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેનું કોન્વોય દેશી દારૂ પરથી પસાર થયું.

Mehulkumar Vyas. [9978918796]

Vadodara । દારૂબંધીનું ચુસ્ત પાલન કરાવવામાં વડોદરા શહેરના પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘ પોલીસ કર્મીઓને જબરદસ્ત કસરત કરાવી રહ્યાં છે. તેમ છતાં દારૂનો વેપલો બિન્દાસ્ત રીતે ચાલી રહ્યો છે જે આશ્ચર્યજનક છે જ. જોકે, વડોદરામાં ખેપિયાઓ ભરબપોરે દેશી દારૂની ખેપ મારવાની હિંમત પણ કરે જ છે. શક્ય છે કે, તહેવારો દરમિયાન બુટલેગરો પર તવાઈ રાખવાની પોલીસ કમિશનરની સૂચનાનું પાલન પોલીસ કર્મીઓએ તહેવાર બાદ કરવાનું જરૂરી નથી એવું માન્યું હોય. અને એટલે જ આજે કારેલીબાગ વિસ્તારમાં આજે ભરબપોરે દેશી દારૂની દૂધીનો ખેપ મારવા નિકળેલો ખેપિયો રોડ પર પટકાયો હતો. અને વી.આઈ.પી. રોડ પરથી પસાર થતાં રાહદારીઓને અસહ્ય વાસનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, દારૂ ઢોળાયાની ગણતરી મીનીટમાં કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેનો કોન્વોય દેશી દારૂની થેલીઓ ફોડતો પસાર થયો હતો.

ટ્રાફિકની ભારે અવરજવર ધરવતાં વી.આઈ.પી. રોડ પર આજે બપોરના સમયે એક ખેપિયો ટુ-વ્હિલર પર દેશી દારૂની દૂધીઓ ભરેલો થેલો લઈને પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો. એરપોર્ટ સર્કલ તરફથી વુડા સર્કલ તરફ જતો ખેપિયો, અમિતનગર બ્રિજ પરથી ઉતરીને આગળ વધવા જતો હતો. ત્યાં બ્રાઈટ સ્કૂલની સામેની તરફ રખડતી ગાય આડે આવતાં તેનું ટુવ્હિલરનું બેલેન્સ બગડ્યું હતું. અને ખેપિયો માર્ગ પર ફસડાયો હતો. તો બીજી તરફ, દેશી દારૂની દૂધીઓ રોડ પર પટકાતાં ફાટી જતાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ખેપિયાએ ઇજા કે દૂધીઓની ચિંતા કરવાને બદલે ત્યાંથી ભાગી છૂટવાનું મુનાસીબ માન્યું હતું.

potli-vadodara-news

રોડ પર રેલાયેલા દેશી દારૂની દુર્ગંધથી લોકો ત્રસ્ત થઈ રહ્યાં હતાં. ત્યારે ત્યાંથી કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેનો કોન્વોય ત્યાં આવી પહોંચ્યો હતો. સાઈરન વગાડતી જીપને દારૂ ઢોળાયા અંગે એક મહિલાએ ઇશારા કર્યા હતાં. જોકે, કેન્દ્રિય મંત્રીનો કોન્વોય આગળ વધી ગયો હતો.

એકંદરે, દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં કેન્દ્રિય મંત્રીનું સ્વાગત દારૂની રેલમ છેલ સાથે થઇ ગયું એમ કહી શકાય. જોકે, રસ્તે રખડતાં ઢોરના દર્શન કદાચ કેન્દ્રિય મંત્રીને નહીં થયા હોય.

 🙂 (FunRang Joke) 🙂 

પકડુંએ સાંજના સમયે ટાઈગરને ઝાડ નીચે બેઠેલો જોયો.

પકડું – ટાઈગર, અહીં કેમ બેઠો છે?

ટાઈગર – તારા કારણે… તેં કાલે કીધું તુંને ઝાડની નીચે બેસવાથી શીતલ છાયા મળે.

પકડું – હા, એ તો છે જ…

ટાઈગર – તંબુરો તારો… સવારથી બેઠો છું… ના શીતલ આવી… ના કોઈ છાયા…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *