પીએમ મોદીની સુરક્ષામાં ચૂક કરનાર પંજાબ સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ: રામદાસ અઠાવલે
પંજાબના જે પોલીસ અધિકારીએ પોતાની જવાબદારી નિભાવી નથી એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો: રામદાસ અઠાવલે
યુપી ચૂંટણીમાં જેને ટીકીટ નથી મળવાની એવા જ લોકોએ પાર્ટી છોડી, એનાથી કોઈ ફરક નહિ પડે: રામદાસ અઠાવલે
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કેન્દ્ર સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રી રામદાસ અઠાવલેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.એમણે મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દિર્ઘદ્રષ્ટીને કારણે જ દુનિયાની વિશાળ પ્રતિમા સૌથી ઓછા સમયમાં તૈયાર થઇ છે.પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતા નગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાનિક આદિવાસી સમાજને પણ સિધી રોજગારી મળી છે.
પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન એનડીએ સરકારના જ મંત્રી રામદાસ અઠાવલેએ પાટીદારોને OBC માં સમાવેશ કરવો જોઈએ એવું નિવેદન આપ્યું હતું.એમણે રાજ્ય સરકારને એવી અપીલ કરી હતી કે પાટીદારોનો OBC માં સમાવેશ કરવો જોઈએ.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધાર્મિક તથા જ્ઞાતિવાદી સમીકરણો ખૂબ મહત્વ ધરાવે છે.ત્યારે ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા રામદાસ અઠાવલેના આ મોટા નિવેદનની કેવી અસર થાય છે એ જોવું રહ્યું.
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે પંજાબમાં બનેલી ઘટનાની નિંદા કરી હતી. એમણે જણાવ્યું હતું કે પીએમ મોદીની સુરક્ષામાં ચૂક કરનાર પંજાબ સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ.પંજાબના જે પોલીસ અધિકારીએ પોતાની જવાબદારી નિભાવી નથી એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો.ઉત્તર પ્રદેશની ચૂંટણી મુદ્દે જણાવ્યું હતું કે જેને ટીકીટ નથી મળવાની અને જે લોકો બહારથી ભાજપમાં આવ્યા હતા એવા જ લોકો પાર્ટી છોડી રહ્યા છે, એનાથી ચૂંટણી પરિણામ પર કોઈ અસર નહિ પડે.ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર પૂર્ણ બહુમતથી જીત મેળવશે.
રામદાસ અઠાવલેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબે એ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
(આજના સમાચાર પત્રોમાં છપાયેલાં ન્યૂઝ કાર્ટૂનનો વિડીયો)
🙂 (FunRang Joke) 🙂
પકડું – ટાઈગર, કેટલાંક મિત્રો 11માં ધોરણની માર્કશીટ જેવા હોય છે.
ટાઈગર – 11માંની માર્કશીટ જેવા એટલે?
પકડું – જીવનમાં ક્યારેય કામ જ ના લાગે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz