➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – પૂર્ણીમા
➡ આજની ચંદ્ર રાશિ – મિથુન (રાત્રે 10.01 સુધી) કર્ક
મેષ (અ,લ,ઈ)
આજે મનોરંજન તેમજ રમત – ગમતમાં ભાગ લઈ શકો છો. ઘર – પરિવારને લગતી બાબતો મન પર છવાયેલી રહેવાથી, આપની કામ કરવાની ક્ષમતા ઘટી શકે છે. આજે આપની મુલાકાત એવાં મિત્ર સાથે થશે જે હિતેચ્છુ અને આપને સમજે છે.
વૃષભ (બ,વ,ઉ)
આજે આપનું સ્વાસ્થ્ય નરમ રહી શકે છે, માટે કામમાંથી ફૂરસદ કાઢી આરામ લેવાની જરૂર છે. બીજાને પ્રભાવિત કરવા માટે ખોટા ખર્ચા કરવા નહીં. હિતશત્રુઓ આપના માટે અફવાલ ફેલાવી શકે છે. જીવનસાથી સાથે ઘરેલું બાબતોનું નિરાકરણ લાવી શકો છો.
મિથુન (ક,છ,ધ)
આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિના યોગ છે, આનંદમય દિવસ પસાર થાય. લાંબા ગાળાના રોકાણમાં આજે પડવું નહીં. પરિવાર અને બાળકો સાથે સમય વિતાવવાથી ઉર્જા પ્રાપ્ત કરી શકશો. અધુરા કાર્યો આજે પુરા કરી શકો છો.
કર્ક (ડ,હ)
આજે પોતાની જાત પર જરૂર કરતાં વધુ દબાણ નાંખશો નહીં. એક દિવસને ધ્યાનમાં રાખીને જીવવાની ટેવ પર નિયંત્રણ જરૂરી. જીવનસાથી સાથે કોઈ ગુપ્ત વાત કહેતાં પહેલાં બહુ વિચાર કરશો. લેખક અને મિડીયાકર્મી માટે ફાયદાકારક દિવસ.
સિંહ (મ,ટ)
આપના વિનમ્ર સ્વભાવની સરાહના થાય. આપને પ્રશંસા સાંભળવા મળી શકે છે. મગજ પર કામ કાજની ચિંતા છવાયેલી રહેશે. જેને કારણે મિત્રો અને પરિવારજનોને સમય નહીં આપી શકો. મુશ્કેલીઓથી લડવાની આપની તાકાતમાં વૃદ્ધિ થાય તેવા યોગ છે.
કન્યા (પ,ઠ,ણ)
આજે ઉદાર સ્વભાવને કારણે આનંદમય દિવસ વિતાવી શકો. કોઈને આજે ઉછીના નાણાં આપવા નહીં. મિત્રો અને પરિવારજનો સાથે સાંજે કોઈ મહત્વનું આયોજન થઈ શકે. આજે કોઈ એવી વ્યક્તિની મુલાકાત થાય જે તમારા મનને સ્પર્શી જાય.
તુલા (ર,ત)
ભાવનાત્મક સ્તર પર આપને એ નહીં સમજાય કે ખરેખર આપ શું ઇચ્છો છો. ખર્ચા પર આજે નિયંત્રણ રાખવું. જે લોકો તમને પ્રેમ કરતાં હોય, ચાહતા હોય એમની સાથે સમય વિતાવો. ભાગીદારીમાં પડવાથી દૂર રહેશો. આજે યોજનામાં છેલ્લી ઘડીએ પરિવર્તન આવે.
વૃશ્ચિક (ન,ય)
શાંતિ પ્રાપ્ત કરવા માટે આજે નજીકના મિત્રો સાથે સમય વિતાવો. આજે પ્રિયજનની વાત પ્રત્યે જરૂર કરતાં વધુ સંવેદનશીલ રહી શકો છો. કામકાજનું ભારણ મગજ પર રહી શકે છે. આજે આપને વાણી – વર્તન પર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે ધીરજથી સમજદારીપૂર્વક પ્રયત્ન કરશો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. બોલતી વખતે તેમજ નાણાંકીય લેવડ દેવડમાં સાવધાન રહેશો. વિચાર્યા વગર કોઈ પણ કાયદાકીય કે વ્યાવસાયિક દસ્તાવેજ પર સહી ના કરવી. આજે પરિવારની જરૂરીયાત પર ધ્યાન આપી શકશો.
મકર (ખ,જ)
આજે આપનો વ્યવહાર આપની નજીકના લોકોને સમજાશે નહીં. લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે લાભકારક દિવસ. આજે વડીલોની વાત સમજવાનો વિશેષ પ્રયત્ન કરશો. ટેક્સ અને વીમાને લગતાં કામો પર ધ્યાન આપવું જરૂરી છે.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે આપનું કોઈ સપનું સાકાર થઈ શકે છે. ઉત્સાહને કાબૂમાં રાખશો. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. આજે ભાગ્યનો સાથ મળી રહેશે. આ રાશિના કેટલાંક જાતકોને મુસાફરી કરવી પડી શકે છે, જે દોડધામવાળી અને છતાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મીન (દ,ચ,ઝ,થ)
આજે ઉત્સાહ અનુભવશો પરંતુ, કોઈ એવી વ્યક્તિની ગેરહાજરી અનુભવશો જે આપની સાથે નથી. બાળકોની વાત પર આનંદીત થઈ શકો છો. હિતશત્રુઓથી સાવધાન રહેવું, આપનો ખોટો લાભ ઉઠાવી શકે છે. સહકર્મીઓ સાથે આજે વિખવાદ ટાળવો.
➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya