વિશ્વામિત્રી બ્રિજ તરફથી મુંજમહુડા સર્કલ તરફ જતી લક્ઝરી બસે ઝાડનું કચ્ચરઘાણ કાઢ્યું.

રાત્રે 12 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં માત્ર બસને જ ઇજા પહોંચી.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા | કોરોના કર્ફ્યુને કારણે રાત્રે 12 વાગ્યે સૂમસામ માર્ગ પર બેફામ રીતે દોડતી લક્ઝરી બસ ઝાડનો ખુરદો બોલાવી ડિવાઈડર પર ચઢી ગઈ હતી.

સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે બાર વાગ્યાના સુમારે વિશ્વામિત્રી બ્રિજ તરફથી એક લક્ઝરી બસ ફૂલ સ્પિડમાં મુંજમહુડા સર્કલ તરફ જઈ રહી હતી. દરમિયાનમાં ભારત પેટ્રોલિયમ પાસે ચાલકે બસ પર કાબૂ ગુમાવ્યો હતો. અને બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી.

સદનસીબે બનાવમાં કોઈને ઇજા પહોંચી નહોતી. જોકે, બસને ડિવાઈડર પરથી ઉતારવા માટે ચાલક દ્વારા ખાસ્સી કવાયત કરવામાં આવી હતી. ત્યાંથી પસાર થતાં અન્ય વાહનચાલકો પાસે મદદ પણ માંગવામાં આવી હતી.

 🙂 (FunRang Joke) 🙂 

ટાઈગર – અરે યાર જો તો ખરો કેવો જમાનો આવી ગયો છે…

પકડું – કેમ શું થયું?

ટાઈગર – જોને પેલો છોકરો બીજા છોકરાને ઉડતી પપ્પી એટલે કે ફ્લાઈંગ કિસ આપી રહ્યો છે.

પકડું – અરે યાર, એ ઉડતી પપ્પી નથી આપતો, એ સિગરેટ માંગી રહ્યો છે…

ટાઈગર – આ સાલું, વ્યસન કેવું કેવું કરાવે છે નહીં…!?

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *