છૂટાછેડા મામલે પતિ – પત્ની વચ્ચે ઉગ્ર ચકમક ઝરી.
પતિએ પત્નીને લાફા મારી દુપટ્ટો ખેંચી ગળું દાબવાનો પ્રયાસ કર્યો.
સહેલાણીઓએ સમજાવીને રવાના કર્યા અને મામલો સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | કમાટીબાગમાં સમાધાન કરવા માટે ભેગા થયેલાં દંપત્તિમાં કકળાટ થતાં પતિએ પત્નીને લાફા ઝીંકી દીધા હતાં, અને દુપટ્ટો ખેંચીને ગળું દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે બનેલો બનાવ અંગે સયાજીગંજ પોલીસ મથકમાં પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નવાયાર્ડના સરસ્વતી નગરમાં રહેતી સુનિતા રાઠોડના લગ્ન આણંદ જિલ્લાના ઠાસરા તાલુકાના ખંભોળઝ ખાતે રહેતા મનુભાઈ ઇશ્વરભાઈ રાઠોડ સાથે થયા હતાં. લગ્નના થોડા સમય બાદ સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યો હતો. અને આઠેક માસ અગાઉ પતિએ ઘરમાંથી કાઢી મૂકતા તે પિયર ખાતે રહેવા આવી ગઈ હતી.
ગત તા. 16 જાન્યુઆરીના રોજ મનુ પત્ની સુનિતાને મળવા માટે વડોદરા આવ્યો હતો. સાળાને ફોન કરી મનુએ સમાધાનની વાત કરવા માટે સુનિતાને કમાટીબાગ મોકલવા જણાવ્યું હતું. રવિવારના દિવસે સહેલાણીઓની અવર જવરથી ધમધમતાં કમાટીબાગમાં દંપત્તિ એક બાંકડા પર બેઠું હતું. પતિ – પત્નીની વાતચીત દરમિયાન મામલો સમાધાનને બદલે ઘમાસાણમાં પરિવર્તિત થઈ ગયો હતો.
છૂટાછેડાના કાગળ પર સહી કરવા માટે મનુએ દબાણ કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બૂમો પાડીને વાતો કરતાં પતિ – પત્નીને નિહાળી સહેલાણીઓ પણ દંગ રહી ગયા હતાં. ત્યાં જ ઉશ્કેરાઈ ગયેલા પતિએ આવેશમાં આવી પત્નીને લાફા ચોડી દીધા હતાં. તેમજ દુપટ્ટો ખેંચી ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
દંપત્તિને ઝગડતાં રોકવા કેટલાંક સહેલાણીઓએ દરમિયાનગિરી કરી હતી. જાહેર સ્થળ પર નહીં ઝગડવા અંગે સમજાવીને તેઓને ત્યાંથી રવાના કર્યા હતાં. ત્યારબાદ સુનિતાએ સયાજીગંજ પોલીસ મથકમાં જઈ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
🙂 (FunRang Joke) 🙂
ટાઈગર – અરે યાર જો તો ખરો કેવો જમાનો આવી ગયો છે…
પકડું – કેમ શું થયું?
ટાઈગર – જોને પેલો છોકરો બીજા છોકરાને ઉડતી પપ્પી એટલે કે ફ્લાઈંગ કિસ આપી રહ્યો છે.
પકડું – અરે યાર, એ ઉડતી પપ્પી નથી આપતો, એ સિગરેટ માંગી રહ્યો છે…
ટાઈગર – આ સાલું, વ્યસન કેવું કેવું કરાવે છે નહીં…!?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz