હું રાજનીતિનો નહીં, પણ સેવાનો માણસ છું, હવે હું સેવા સાથે જ જોડાઈશ – મહેશ સવાણી
લોકગાયક વિજય સુવાળા બાદ સવાણીએ આપની એક્ઝિટથી આપને મોટો ઝટકો.
Mehulkumar Vyas. [9978918796]
સુરત | ગુજરાતમાં ચૂંટણીને આડે હજી મહિનાઓ બાકી છે પણ રાજકારણનું તાપણું બહુ સરસ તપી રહ્યું છે. જોકે, આ તાપણું તાપી કોણ રહ્યું છે એ તો રાજકીય દાવપેચના નિષ્ણાંત જ જાણે. હાલના સંજોગો જોતાં તો રાજકીય વર્તુળોમાં આમ આદમી પાર્ટી માટે ગીત ગણગણવામાં આવતું હશે કે, આપ કા ક્યા હોગા…
આમ આદમી પાર્ટી (આપ) છોડીને આજે લોકગાયક વિજય સુવાળા સહિતના બે નેતાઓએ ભગવો ખેસ ધારણ કર્યો હતો. ત્યાં સુરતના ઉદ્યોગપતિએ પણ આપમાંથી નિવૃત્તિ જાહેર કરી, આમ આદમી સામાન્ય લોકોની બની સેવા કરવાની જાહેરાત કરી છે.
મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છે. હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું. મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવા સાથ જ જોડાઈશ.
આજથી પાંચેક મહિના પહેલાં મહેશ સવાણીએ ભાજપ સરકાર 27 વર્ષમાં ગુજરાતને 3 લાખ 10 હજાર કરોડના દેવામાં ધકેલ્યું હોવાનો આક્ષેપ કરતાં તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મંચ પર આવી રાજ્યના દેવા અંગે વાત કરવા પડકાર ફેંક્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત તા. 22 જૂન 2021ના રોજ ઝાડુ ચિહ્નવાળી આપ પાર્ટીની ટોપી પહેરી લેનાર લોકગાયક વિજય સુવાળાનો માત્ર 7 માસમાં મોહ ભંગ થઈ ગયો હતો.
(આજે દેશ – દુનિયામાં અને ગુજરાતમાં ઘટેલી મહત્વની ઘટનાઓ સાંભળો અલગ અંદાજમાં રવિ બારોટના મુખે)
😛 (FunRang Joke) 😛
ટાઈગર – અરે યાર જો તો ખરો કેવો જમાનો આવી ગયો છે…
પકડું – કેમ શું થયું?
ટાઈગર – જોને પેલો છોકરો બીજા છોકરાને ઉડતી પપ્પી એટલે કે ફ્લાઈંગ કિસ આપી રહ્યો છે.
પકડું – અરે યાર, એ ઉડતી પપ્પી નથી આપતો, એ સિગરેટ માંગી રહ્યો છે…
ટાઈગર – આ સાલું, વ્યસન કેવું કેવું કરાવે છે નહીં…!?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz