400 nm3ના બે વેપોરાઈઝર બદલીને 800 nm3ના નાંખવામાં આવ્યાં.
કૉવિડ એડવાઈઝર ડૉ. શિતલ મિસ્ત્રીના સૂચનને પગલે ડોનર્સ દ્વારા કામગીરી કરાવાઈ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | કોરોનાની બીજી લહેર માફક ભવિષ્યમાં ઓક્સિજનની અછત ના સર્જાય અને દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનનો સપ્લાય પ્રાપ્ત થાય તેવા આશય સાથ આજરોજ પોલિટેક્નિક સમરસ હોસ્ટેલ ખાતે બે વેપોરાઈઝર બદલવાની કામગીરી કરવામાં આવી હતી.
કોવિડની બીજી લહેર ટાણે ભાર્ગવ ભટ્ટ, ડૉ. વિનોદ રાવ અને ડૉ. શીતલ મિસ્ત્રીના પ્રયાસોને પરિણામે પોલિટેક્નિક કોલેજ સ્થિત સમરસ હોસ્ટેલ ખાતે કેમેકોન સ્પેશ્યાલિટી કેમિકલ્સના માલિકો દ્વારા 1300 લિટરની બલ્ક લિક્વીડ ઓક્સિજન ટેન્કનું દાન કરવામાં આવ્યું હતું. રૂ. 25 લાખની કિંમતની ટેન્કમાં 400 NM3 પ્રતિ લિટરના બે વેપોરાઈઝર હતા.
જ્યારે અધિક માત્રમાં ઓક્સિજનની જરૂર સર્જાય ત્યારે વેપોરાઈઝર પર બરફ જામવાને કારણે અકસ્માત સર્જાવાની સંભાવના હોવાથી તાજેતરમાં ડૉ. શિતલ મિસ્ત્રી દ્વારા 400ને બદલે 800 NM3 નું વેપોરાઈઝર નાંખવાનું સૂચન કર્યું હતું. જેને પગલે ડોનર્સ કમલ અગ્રવાલ અને નરેશ ગોયેલ દ્વારા આજરોજ વેપોરાઈઝર બદલવાની કામગીરી કરાવવામાં આવી હતી. સાતેક લાખ રૂપિયાના ખર્ચે વેપોરાઈઝર બદલવાની કામગીરી થતાં આગામી સમયમાં ગંભીર પરિસ્થિતિ સર્જાય તો સમરસ હોસ્ટેલ ખાતે ઓક્સિજનનો છૂટથી વપરાશ કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.
🙂 (FunRang Joke) 🙂
ટાઈગર મોં લટકાવીને ઉભો હતો, ત્યાં પકડું આવ્યો.
પકડું – શું થયું ટાઈગર?
ટાઈગર – અરે પેલી કામીની…
પકડું – પેલી બહુ બ્યુટીફૂલ છે એ.. ?
ટાઈગર – એ મને આવીને સ્ટાઈલ બોલી… મેરી હર એક સાંસ પર હર કોઈ મરતા હૈ…
પકડું – અરે વાહ… પછી…
ટાઈગર – પછી શું… મેં કીધું કોઈ સારી ટૂથપેસ્ટ વાપર… તો લાફો મારી દીધો… બોલ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz