વિક્રમ સંવત 2078 પોષ વદ – બીજ
આજની ચંદ્ર રાશિ – કર્ક (સવારે 8.23 સુધી) સિંહ
મેષ (અ,લ,ઈ)
આજે દિવસનો આરંભ ખુશનુમા રહેશે. પ્રિયજનો આપને સારા – નરસાં સમયમાં સાથ સહકાર આપશે. આજે સંબંધીઓને મદદ કરી શકશો. બપોર બાદ આપને એકાંત માણવાનું ગમશે. આજે યાત્રા પ્રવાસ ટાળવો. આજે મન એક જગ્યાએ સ્થિર નહીં રહી શકે.
વૃષભ (બ,વ,ઉ)
આજે વ્યવસાયિક જીવન કરતાં વધુ મહત્વ આપ વ્યક્તિગત અને પારિવારીક બાબતોને આપશો. બાળકોના અભ્યાસમાં અધિક ધ્યાન આપી શકશો. આજે પરિવારજનો સાથે ઘનિષ્ઠતા અનુભવી શકશો. દિવસ સારો રહેશે જો વાણી પર નિયંત્રણ રાખશો.
મિથુન (ક,છ,ધ)
આજનો દિવસ આપનો ખુબ જ લાભકારક રહી શકે છે. મિત્રો સાથે સારો સમય વિતાવી શકશો. મનમાં ઉઠતાં તરંગોને કાબૂમાં રાખશો. જીવનને હકારાત્મક દ્રષ્ટિથી જોવાની વૃત્તિ આજે રાખી શકો છો. કોઈની સાથે ચર્ચામાં ઉતરવું નહીં. દિવસ સારો છે.
કર્ક (ડ,હ)
આજે આપની કુનેહથી અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ પ્રાપ્ત કરી શકો છો. લોકોની ભૂલો જોવાને બદલે એમના સકારાત્મક ગુણો જોવાની વૃત્તિ રાખશો. આજે કોઈ મિત્ર કે સંબંધીને કારણે નુકશાન ભોગવી શકો છો. તમારા ઉદાર સ્વભાવનો લાભ લોકો લઈ શકે છે.
સિંહ (મ,ટ)
આજે સવારથી નોકરી – ધંધાની દોડધામ રહી શકે છે. જોકે, બપોર બાદ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ રહેશે. મહત્વપૂર્ણ મીટીંગમાં મગજ પર નિયંત્રણ રાખવો. આજે ઇશ્વરની કૃપા આપની પર અધિક રહેશે. મનને શાંત રાખશો. કામ પર ધ્યાન રાખશો તો લાભ થશે.
કન્યા (પ,ઠ,ણ)
આજે આપની લેખનવૃત્તિ ખિલશે. મનમાં આવતાં વિચારોને કાગળ પર ઉતારશો તો બહુ સારું. વાણી વર્તનમાં દ્રઢતા રાખવી જરૂરી. દરેક બાબતમાં વ્યાવહારીક અભિગમ અપનાવવો. આજે ધન લાભ થવાની શક્યતા છે. માનસિક શાંતિ માટે ઇશ્વર સ્મરણ કરશો.
તુલા (ર,ત)
આજે કોઈપણ બાબત કરતાં ભાઈ ભાડું અને પરિવારને અધિક મહત્વ આપવું જરૂરી. પરિવારજનો સાથે યાત્રા – પ્રવાસ થઈ શેક છે. નોકરીમાં આપને સોનેરી અવસર પ્રાપ્ત થાય. આપના સપનાને હકીકતમાં બદલવા માટે આજે પ્રયત્ન કરશો તો સફળતા મળશે.
વૃશ્ચિક (ન,ય)
આજે આપનો આનંદ ઉત્સાહની ચરમસીમા અનુભવી શકશો. શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કોઈના સુખ દુઃખના સહભાગી થવામાં આનંદ મળશે. સ્નેહીજનોના સહકારથી આપને લાભપ્રાપ્ત થઈ શકે છે. આજનો દિવસ ખૂબ પ્રગતિ પ્રાપ્ત કરવા જેવો છે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજનો દિવસ અધિક મહેનતભર્યો રહેશે. પોતાના સહકર્મીઓના મનની સ્થિતિને અનુકુળ વર્તણૂંક કરવી. બપોર બાદ કોઈ મહત્વની મિટિંગ થઈ શકે છે. આજનો દિવસ લાભદાયક છે. પરિવારજનો સાથે મહત્વની ચર્ચા કરી શકો છો.
મકર (ખ,જ)
આજે આપને સ્પર્ધાનો સામનો સમાનો કરવો પડી શકે છે. શત્રુ અથવા તો હરીફથી તરફથી સતર્ક રહેવું જરૂરી છે. કામની વ્યસ્તતાને કારણે પરિવારને સમય નહીં આપી શકો. આજનો દિવસ આપના વિચારોની સ્પષ્ટતા કરવાનો છે. દિવસ તમારો છે જો ઉપયોગ કરી શકો તો…
કુંભ (ગ,શ,ષ,સ)
આજે નોકરી ધંધામાં નિરાશાજનક દિવસ રહેશે. પ્રગતિમાં અવરોધ આવી શકે છે. ભૂતકાળની ભૂલો આપને આજે તકલીફ આપશે. બપોર બાદ કોઈ મહત્વપૂર્ણ મુલાકાત થઈ શકે છે. જીવનસાથી સાથે આજે કોઈપણ મુદ્દે તકરાર ન કરવી.
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ વ્યસ્ત અને દોડધામવાળો રહેશે. આજે કામ કરશો તો ફળ પ્રાપ્ત થશે. સહકર્મીઓનો સાથ મળવાની શક્યતા ખુબ ઓછી છે. આજે કોઈ ઉધારી ચુકવી શકશો. માતા – પિતાની વાત માનશો તો લાભ પ્રાપ્ત થશે. દિવસ મધ્યમ છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – દોસ્ત, ડૉક્ટરનો એકવાત માટે ખાસ આભાર માનવો પડે.
પકડું – કઈ વાત ટાઈગર?
ટાઈગર – ડૉક્ટર ક્યારેય નથી કહેતાં કે, છુટ્ટા નથી… એમ હોય તો બીજી કોઈ દવા લખી આપું અથવા તો નાનું ઓપરેશન કરી આપું…
પકડું – ટાઈગર, ડૉક્ટરને છુટ્ટામાં રસ જ નથી હોતો… એટલે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya