- ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
- સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Mehulkumar Vyas. (9978918796)
Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.
ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન
ઝી તમીલ ચેનલ પર એક રિયાલીટી શૉમાં બાળકો દ્વારા કરાયેલી વડાપ્રધાનની મિમિક્રી અંગે ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી દ્વારા નોટીસ પાઠવવામાં આવી એ વાત પર કટાક્ષ કરવામાં આવ્યો છે. અને દર્શાવવામાં આવ્યું છે કે, એક તંત્રી નોટીસનો ખુલાસો આપતાં કહી રહ્યો છે કે, અમારી વાત માનો, અમે સર્વોચ્ચ નેતાની મિમિક્રી નથી કરી… અમે તો સાચા ફૂટેજ દેખાડ્યા હતાં!
એટલે વડાપ્રધાનની સાચી સ્પિચ પર પણ મિનિસ્ટ્રી નોટીસ ફટકારી દે તો નવાઈ નહીં. એવું કહી શકાય.
સંદેશ – યોમનું કાર્ટૂન
ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ દ્વારા ગાઝી પુર સીટ પર લોટન રામને ઉમેદવાર ઘોષિત કરતાં પક્ષમાં જ નારાજગી વ્યાપી હતી. કૉંગ્રેસીઓ દ્વારા જ અગ્રણીઓના પૂતળાં બાળવામાં આવ્યા હતાં. આ વાતે વ્યંગ કરતાં કાર્ટૂનમાં જોવા મળે છે કે, કેસરીયો ખેસ પહેલા નેતાને એનો સેક્રેટરી કહી રહ્યો છે કે, સાહેબ, ત્યાં રાવણદહ નથી થઈ રહ્યું પણ જે લોકોને તમે ટિકિટ આપવાની ના પાડી છે એ લોકો તમારું પૂતળું બાળી રહ્યાં છે.
એટલે યૂપી ચુંટણીમાં બીજા પક્ષોમાં પણ ટિકિટ વ્હેંચણી બાબતે માથાકૂટ થવાની શક્યતા છે. અર્પણા યાદવ ભાજપમાં જોડાઈ છે માત્ર જાણ ખાતર.
ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન’
મુલાયમ યાદવની પુત્રવધુ અપર્ણા ભાજપમાં જોડાઈ જવાના મુદ્દે અખિલેશ પર વ્યંગ કરવામાં આવ્યો છે અને દર્શાવાયું છે કે, ભાજપે એના નાક નીચે ખેલ પાડ્યો પણ અખિલેશના ધ્યાનમાં ના આવ્યું તેથી, લાંબા નાકવાળો અખિલેશ યાદવ વિચારી રહ્યો છે કે, મારા નાક નીચેથી કોઈ જતું રહે એમાં વાંક ‘નાકનો ગણાય’ મારો નહીં!
સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
➡ (આજનો Funrang જોક)
ટાઈગર – દોસ્ત, ડૉક્ટરનો એકવાત માટે ખાસ આભાર માનવો પડે.
પકડું – કઈ વાત ટાઈગર?
ટાઈગર – ડૉક્ટર ક્યારેય નથી કહેતાં કે, છુટ્ટા નથી… એમ હોય તો બીજી કોઈ દવા લખી આપું અથવા તો નાનું ઓપરેશન કરી આપું…
પકડું – ટાઈગર, ડૉક્ટરને છુટ્ટામાં રસ જ નથી હોતો… એટલે…
➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)
9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.
➡ (ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj