- વિજય સુવાળાના આપમાંથી રાજીનામાં બાદ સાબિત થાય કે રાજકારણમાં લાગણી અને શ્રદ્ધાને કોઈ અવકાશ નથી.
- ભાજપમાં મોદી યુગનો ઉદય થયો અને અડવાણી કોરાણે મુકાયા એમ જ ગુજરાત આમ આદમી પાર્ટીમાં ઇટાલિયા યુગનો ઉદય થયો અને કિશોર દેસાઈ કોરાણે મુકાઈ ગયા.
- વિજય સુવાળા અને મહેશ સવાણીએ એકા એક આમ આદમી પાર્ટી છોડી એ સાબિત કરી દીધું કે આમ આદમી પાર્ટીમાં જૂથ બંધી સપાટી પર છે.
- ભૂતકાળમાં ટીવીના માધ્યમથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલતા ઈશુંદાન ગઢવી પોતાની જ પાર્ટીના વિખવાદ વિરુદ્ધ બોલશે ખરા??
- 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિજય સુવાળા તો ભાજપનો પ્રચાર કરશે પણ મહેશ સવાણી શુ કરે છે, કઈ બાજુનું સ્ટેન્ડ લે છે, તેઓ મૂંગા મોઢે જોયા કરે છે કે પછી ભાજપનો પ્રચાર કરે છે એ તો સમય જ બતાવશે.
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા । આપના પૂર્વ નેતા વિજય સુવાળાએ એક જાહેર કાર્યક્રમમાં ઈશુદાન ગઢવીની હાજરીમાં એમ કહ્યુ હતુ કે “હું ભુવાજી મોગલ માં અને વિહતમાંની સાક્ષીમાં કહું છું કે વા ફરશે વંટોળ ફરશે પણ વિજય સુવાળા કદી નહિ ફરે”. અને આવું કહ્યાંના થોડાક જ દિવસમાં વિજય ભુવા જ પોતાના બોલે ફરી ગયા અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો. એટલે એમ કહી શકાય કે વિજય સુવાળાએ માતાજીને પણ હાથ તાળી આપી દીધી. અહીંયા એક બાબત એ યાદ કરવી રહી કે જ્યારે ઈશુદાન ગઢવી પર દારૂ પીધા હોવાનો કેસ દાખલ થયો ત્યારે એમણે પણ સરા જાહેર એમ જ કહ્યું હતું કે, મા મોગલની સોગંદ ખાઈને કહું છું કે હું કોઈ દિવસ દારૂ પીતો જ નથી. અહીંયા અમે એવું સાબિત કરવા નથી માંગતા કે ઈશુદાન ગઢવીએ માં મોગલના સોગંદ ખોટા ખાધા હશે. પણ વિજય સુવાળાની ઘટના બાદ ઈશુદાન ગઢવીની ભૂતકાળની એ વાતને પણ લોકો યાદ કરી રહ્યાં છે.
ખેર અહીંયા સોગંદ ખોટા ખાધા કે સાચા એ બાબત ચર્ચાનો વિષય નથી. પણ રાજકારણમાં લાગણી અને શ્રદ્ધાને કોઈ અવકાશ નથી એમ જરૂર કહી શકાય. જોકે બધા રાજનેતાઓને આ બાબત લાગુ પડે છે એવું પણ નથી. વાત કરીએ આમ આદમી પાર્ટની તો અરવિંદ કેજરીવાલના સમયથી સુખદેવભાઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા, એ બાદ કિશોર દેસાઈએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવાયા. એમ કહેવાય છે કે કિશોર દેસાઈએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું બંધારણ રજૂ કર્યું. જોકે તે વખતે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્રે સત્તા હાંસિલ થઈ ન્હોતી, કદાચ એ જ કારણો હોઈ શકે કે કિશોર દેસાઈની જગ્યાએ ગોપાલ ઇટલીયાને પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. જેમ ભાજપમાં મોદી યુગનો ઉદય થયો અને અડવાણી કોરાણે મુકાયા એમ જ ગુજરાત આમ આદમી પાર્ટીમાં ઇટાલિયા યુગનો ઉદય થયો અને કિશોર દેસાઈ કોરાણે મુકાઈ ગયા છે.
(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલા ન્યૂઝ કાર્ટૂન જુઓ એક જ વિડીયોમાં)
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગોપાલ ઈટલીયાની આગેવાનીમાં સારું પ્રદર્શન કર્યું એ નક્કર સત્ય છે. આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં ધાર્યા કરતાં વધું બેઠકો જીતી ગુજરાતના રાજકારણમાં તેહેલકો મચાવી દીધો. પણ એ બાબત પણ નક્કર સત્ય છે કે ગોપાલ ઈટલીયાનો પક્ષના જુના કાર્યકરોએ વિરોધ પણ એટલો જ કર્યો. એ વિરોધની નોંધ અરવિંદ કેજરીવાલે કદાચ એટલે લીધી ન હોવી જોઈએ કે કોઈ પણ ભોગે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સત્તાના કેન્દ્ર સુધી પહોંચતી જોવી હશે. બાકી જુના કાર્યકરોના વિરોધ વચ્ચે ગોપાલ ઈટલીયાના નિર્ણયોનો અરવિંદ કેજરીવાલ સ્વીકાર કરે એ વાત માનવામાં જ ન આવે. કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતનો પ્રવાસ કરી લોકો વચ્ચે જઈ આમ આદમી પાર્ટીની લોકોના દિલમાં જગ્યા બને એવા પ્રયાસો કર્યા હતા. એ દરમિયાન ગુજરાત આમ આદમી પાર્ટીમાં જૂથ બંધી અને અંદરો અંદર થઈ રહેલા બખેડા વિશે પાર્ટીના નેતાઓને મીડિયાએ ઘણા સવાલો કર્યા પણ ખરા, પરંતુ ગોપાલ ઈટલીયા અને ઈશુદાન ગઢવીએ મીડિયાની એ વાતોને ફગાવી દીધી.
પણ વિજય સુવાળા અને મહેશ સવાણીએ એકાએક આમ આદમી પાર્ટી છોડી એ સાબિત કરી દીધું કે આમ આદમી પાર્ટીમાં જૂથ બંધી સપાટી પર છે. વિજય સુવાળા, મહેશ સવાણી અને ઈશુદાન ગઢવીએ આગળ પાછળ જ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. હવે એ પૈકી હવે ઈશુંદાન ગઢવીએ જ હવે બાકી રહી ગયા છે. ત્યારે ઈશુદાન ગઢવીએ હવે લોકો વચ્ચે જઈ એ મહામંથન કરવું જોઈએ કે ભુવાજી અને સવાણીએ આમ આદમી પાર્ટી કેમ છોડી? જો ઈશુંદાન ભાઈ મહામંથન કરે તો આમ આદમી પાર્ટીમાં એમની જ સ્થિતિ ડામાડોળ થઈ શકે એમ છે. ભૂતકાળમાં ટીવીના માધ્યમથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલતા ઈશુંદાન ગઢવી પોતાની જ પાર્ટીના વિખવાદ વિરુદ્ધ બોલશે ખરા?
(ગાંધીધામ પોલીસના કર્મચારીઓનો વાઈરલ થયેલો વિડીયો)
સુરતમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ સુરતના, એટલે વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં જો ભાજપનું બૉત્તેરિયું બોળાય તો નામોશી સીધી જ સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીના માથે આવે.અને સુરતમાં કાઠિયાવાડીઓની સંખ્યા પણ વધુ એટલે અસર કાઠિયાવાડની બેઠકો પર પણ પડે. એટલે જ સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીએ મહેશ સવાણીની વિકેટ ખેરવી હોવી જોઈએ. સુરત સહીતના વિસ્તારમાં મહેશ સવાણી સમાજસેવા થકી સારી એવી નામના મેળવી ચુક્યા છે, જો તેઓ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ફેવરમાં સીધા ઉતરે તો ભાજપને નુકશાન થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં. એટલે જ સી.આર. પાટિલ એન્ડ કંપનીએ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ અપાવવા શામ, દામ, દંડનો ઉપયોગ કર્યો હોવો જોઈએ એવી પણ રાજકીય મોરચે ચર્ચાઓ થઈ રહી છે.
વિજય સુવાળાએ તો એમ કહીને ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે કે મારા વડીલો ભાજપમાં જ હતા એટલે સવારે ભૂલેલો જો સાંજે ઘરે આવે તો એને ઘર ભુલ્યો ન કહેવાય, આ તો મારી ઘર વાપસી છે. પણ મહેશ સવાણીએ તો એવું કહી દીધું છે કે હું સમાજસેવામાં કાર્યરત રહીશ, એટલે એમણે આડકતરો ઈશારો એવો કર્યો કે રાજનીતિ મૂકી દીધી. હવે બીજો એક ઘટનાક્રમ એવો પણ બન્યો છે મહેશ સવાણીને આમ આદમી પાર્ટી ન છોડવા સુરતમાં કાર્યકરો અને એમના સમર્થકોએ મનામણા પણ કર્યા. આવુ કાર્યકરો અને એમના સમર્થકોએ કર્યું કે મહેશ સવાણીએ કરાવ્યું એ ચોક્કસ ન કહી શકાય. પણ આના પરથી એક બાબત એ સાબિત થાય છે કે તેઓ રાજકીય પક્ષમાં હોય કે ન હોય પણ મહેશ સવાણીનું લોકો વચ્ચે સ્થાન હજુ પણ ઊંચું છે. ખેર આવનારી 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિજય સુવાળા તો ભાજપનો પ્રચાર કરશે પણ મહેશ સવાણી શુ કરે છે, કઈ બાજુનું સ્ટેન્ડ લે છે, તેઓ મૂંગા મોઢે જોયા કરે છે કે પછી ભાજપનો પ્રચાર કરે છે એ તો સમય જ બતાવશે.
➡ (આજનો Funrang જોક)
ટાઈગર – દોસ્ત, ડૉક્ટરનો એકવાત માટે ખાસ આભાર માનવો પડે.
પકડું – કઈ વાત ટાઈગર?
ટાઈગર – ડૉક્ટર ક્યારેય નથી કહેતાં કે, છુટ્ટા નથી… એમ હોય તો બીજી કોઈ દવા લખી આપું અથવા તો નાનું ઓપરેશન કરી આપું…
પકડું – ટાઈગર, ડૉક્ટરને છુટ્ટામાં રસ જ નથી હોતો… એટલે…
➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
➡ (ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz