- ટ્રાન્સપોર્ટમાં મંગાવેલો દારૂનો જથ્થો કારમાં લઈ પસાર થતાં શખ્સને પીસીબીએ પકડી પાડ્યો.
- સલાટવાડાનો આકાશ ગુપ્તા ટ્રાન્સોર્ટમાં દારૂ મંગાવી છૂટક વેચાણ કરતો હતો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રિક સામાનના નામે અંગ્રેજી દારૂના ક્વોટરીયા (ટેટ્રાપેક) મંગાવનાર શખ્સને આજે પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
પી.સી.બી.ના પો.કો. દિનેશભાઈ ફુલાભાઈ તથા પો.કો. રોનકકુમાર દિનેશભાઈને મળેલી બાતમીને આધારે પીસીબીની ટીમે અલકાપુરી વિસ્તારના અરૂણોદય સર્કલ પાસે પસાર થતી હુન્ડાઈ વર્ના કારને આંતરી હતી. કારમાં તપાસ કરતાં અંગ્રેજી દારૂના 180 મીલીના પાઉચ (ટેટ્રાપેક) મળી આવ્યા હતાં.
રૂ. 1,29,600ની કિંમતના અંગ્રેજી દારૂના ટેટ્રાપેક સાથે ઝડપાયેલા આકાશ કિશનકુમાર ગુપ્તા (રહે. તુલસીબાઈની ચાલ, સલાટવાડા, વડોદરા)એ પોલીસને જણાવ્યું હતું કે, રાજસ્થાનના કોટા ખાતે રહેતાં પ્રમોદ પાસેથી તે ઇલેક્ટ્રિક સામાનની આડમાં ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો મંગાવીને તેનું છુટક વેચાણ કરતો હતો.
પીસીબીએ આકાશ ગુપ્તાની સામે ગુનો નોંધી વધુ તપાસ માટે તેને સયાજીગંજ પોલીસને સુપરત કર્યો હતો. પ્રોહિબિશનના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં પી.સી.બી. પી.આઈ. જે.જે. પટેલ, પો.સ.ઈ. જે.બી. ત્રિવેદી, એ.એસ.આઈ. અરવિંદ કેશવરાવ, એ.એસ.આઈ. સંતોષ લક્ષ્મણરાવ, હે.કો. દિપેશસિંઘ નરેશસિંઘ, પો.કો. કમલેશ બાળાસાહેબ, પો.કો, કનુભાઈ શંકરભાઈ, પો.કો. દિનેશભાઈ ફુલાભાઈ, પો.કો રોનકકુમાર દિનેશભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
➡ (આજનો Funrang જોક)
ટાઈગર – દોસ્ત, ડૉક્ટરનો એકવાત માટે ખાસ આભાર માનવો પડે.
પકડું – કઈ વાત ટાઈગર?
ટાઈગર – ડૉક્ટર ક્યારેય નથી કહેતાં કે, છુટ્ટા નથી… એમ હોય તો બીજી કોઈ દવા લખી આપું અથવા તો નાનું ઓપરેશન કરી આપું…
પકડું – ટાઈગર, ડૉક્ટરને છુટ્ટામાં રસ જ નથી હોતો… એટલે…
➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
➡ (ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz