• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

અરૂણાચલના 17 વર્ષિય યુવક મિરામ તોરામનું ચીન દ્વારા કરાયેલા અપહરણ મામલે સરકાર દ્વારા કરાયેલી કામગીરી પર કટાક્ષ કરવામાં આવ્યો છે. અને દર્શાવાયું છે કે નેતાજી પુછી રહ્યા છે કે, તને શું લાગે છે આ મુદ્દો કોણ પાર પાડશે… સંરક્ષણ મંત્રાયલય કે પ્રવાસન વિભાગ?

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

પંજાબની ચૂંટણી ટાણે કોંગ્રેસના સીએમ ચન્ની અને નવજોત સિદ્ધુ વચ્ચે તાલમેલનો અભાવ હોવા અંગે કટાક્ષ કરાયો છે. અને દર્શાવાયું છે સાથે મળીને દોડવાનું છે છતાં સિદ્ધુ આડોડાઈ કરી રહ્યો છે.

સંદેશ – યોમનું કાર્ટૂન

રાજકારણીઓ ટિકિટ મેળવવા માટે ગમે તેવી ગુંલાટો મારતાં હોય છે એ અંગે કટાક્ષ કરતાં કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, નેતાજી શિર્ષાસન કરી રહ્યા છે અને એમનો ચમચો કહી રહ્યો છે કે, જેવો ચૂંટણીનો માહોલ ઉભો થયો છે ત્યારથી સાહેબે ટિકિટ મેળવવા માટે શિર્ષાસન કરવાનું શરૂ કરી દીધું છે.

દિવ્યભાસ્કર – હેડીનું કાર્ટૂન

ચૂટણીમાં ટિકિટ નહીં મેળવી શકનાર રાજકારણીઓ પર કટાક્ષ કરતાં કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, નેતાજી માટે એક શખ્સ પુછે છે કે, નેતાજી આઈસોલેટ થઈ ગયા! શું પોઝિટીવ આવ્યા છે? તો એને જવાબ મળે છે, ના, તેમની ટિકિટ કપાઈ ગઈ છે.

દિવ્યભાસ્કર – મન્સૂર નકવીના કાર્ટૂન્સ

ચૂંટણી આવતાંની સાથે જ ઇડી દ્વારા દરોડા પાડવાનું શરૂ કરવામાં આવે છે. ઘણાં નેતા તેને ષડયંત્ર ગણાવે છે, તો ઘણાં તેને ખરાબ કર્મોનું પરિણામ ગણાવતાં હોય છે. ભ્રષ્ટાચાર પર નજર રાખવાનું તો ઇડીનું કામ છે. કાર્ટૂનિસ્ટ મન્સૂર નકવીએ ઇડીની કામગીરી પર કટાક્ષ કર્યો છે.

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન’

બોર્ડ – નિગમના ચેરમેનોના રાજીનામાં લઈ લેવાતાં વ્યાપેલી નારાજગી પર વ્યંગ કરાયો છે અને દર્શાવવામાં આવ્યું છે કે, ઉદાસ ચહેરે એક ચેરમેન ફોન પર કહી રહ્યો છે. રાજીનામું તો મેં પણ આપ્યું જ ને! એમાં દુઃખી થવાની જરૂર નથી…

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર સિગરેટ પીવું બહુ જ હાનિકારક છે… ફેફસા ખરાબ થઈ જાય એનાથી…

ટાઈગર – એમ વાત છે, તો પછી મારે મારા રૂમમાં સિગરેટ સળગાવવી પડશે.

પકડું – કેમ ભાઈ?

ટાઈગર – મચ્છરનો બહુ ત્રાસ છે, સિગરેટ સળગાવી બધાં મચ્છરના ફેફસાં બગાડી નાંખીશ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *