- અંગ્રેજી દારૂની 54 બોટલ્સ સાથે દિપક માછીને ઝડપી પાડતી પીસીબી.
- હાલોલ શિવરાજપુરનો રામજી વસાવા વોન્ટેડ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | શહેર પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) અત્યારે ફૂલ એક્શન મોડમાં જણાઈ રહી છે. પીસીબીએ વારસીયાની ગીતગુંજન સોસાયટીના મકાનમાં અંગ્રેજી શરાબનો વેપલો કરતાં શખ્સને ઝડપી પાડ્યો હતો.
પી.સી.બી.ના પો.કો. કનુભાઈ શંકરભાઈને આધારે દરોડો પાડવામાં આવતાં વારસીયા વિસ્તારની ગીતગુંજન સોસાયટીમાં રહેતો દિપક માછી અંગ્રેજી દારૂની 54 બોટલ્સ સાથે ઝડપાઈ ગયો હતો. મેજીક મોમેન્ટ, બ્લેન્ડર્સ, ઓલ સિઝન વગેરે અલગ અલગ બ્રાન્ડની કુલ રૂ. 53,730ની કિંમતની દારૂની બોટલ્સ સાથે ઝડપાયેલા દિપક માછી સામે કાયદેસરની કાર્યવાહી કરી પીસીબીએ વારસીયા પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે આ કેસમાં હાલોલ શિવરાજપુરના રામજી વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પીસીબી પી.આઈ. જે.જે. પટેલ, પી.એસ.આઈ. જે.બી.ત્રિવેદી, એ.એસ.આઈ અરવિંદ કેશવરાવ, એ.એસ.આઈ. વિજયભાઈ ઝાબરમલ, હે.કો. દિપેશસિંઘ નરેશસિંઘ, પો.કો. કમલેશ બાળાસાહેબ, પો.કો. કનુભાઈ શંકરભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
🙂 (આજનો Funrang જોક) 🙂
પકડું – ટાઈગર સિગરેટ પીવું બહુ જ હાનિકારક છે… ફેફસા ખરાબ થઈ જાય એનાથી…
ટાઈગર – એમ વાત છે, તો પછી મારે મારા રૂમમાં સિગરેટ સળગાવવી પડશે.
પકડું – કેમ ભાઈ?
ટાઈગર – મચ્છરનો બહુ ત્રાસ છે, સિગરેટ સળગાવી બધાં મચ્છરના ફેફસાં બગાડી નાંખીશ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz