- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસ્થાને મળેલી કોર કમિટીની બેઠક.
- પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર મેચ કે સ્પર્ધા યોજી શકાશે.
- ધો. 1 થી 9ના આગામી 31 જાન્યુઆરી સુધી માત્ર ઓનલાઈન ક્લાસ લેવાશે.
Mehulkumar Vyas. [9978918796]
ગુજરાત | આજે રાજ્ય સરકાર દ્વારા કોરોના અંગેની નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં અગાઉના 17 નવા શહેરો મળી કુલ 27 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યાના નાઈટ કર્ફ્યુની જાહેરાત કરાઈ છે. જ્યારે હોટલ – રેસ્ટોરન્ટ સંચાલકોને રાહત આપતાં તેઓ 24 કલાક ફૂડની હોમ ડિલિવરી કરી શકે તેવો નિર્ણય લેવાયો છે.
કોરોના અંગેની SOPની મુદ્દત આવતીકાલે પૂરી થઈ રહી હોઈ, આજરોજ નવી ગાઈડલાઈન જાહેર કરવા બાબતે મુખ્યમંત્રીના નિવાસ્થાને કોર કમિટીની બેઠક મળી હતીબેઠકમાં કોરોનીની સ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં.. બેઠક બાદ નવી ગાઈડલાઈનની જાહેરાત કરવામાં આવી હતી.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, વાંકાનેર, ગોધરા, વિજલપોર (જિ.નવસારી), નવસારી, ધોરાજી, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, કલોલ (જિ.ગાંધીનગર), ગોંડલ, જેતપુર (જિ.રાજકોટ) કાલાવાડ (જિ.જામનગર) આમ કુલ 27 શહેરોમાં નાઈટ કર્ફ્યુ લગાવ્યો છે.
દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી – ગલ્લાઓ વગેરે રાત્રે 10 વાગ્યા સુધી ચાલું રાખી શકાશે. જોકે, દુકાન – ઓફિસના માલિક, સંચાલક, કર્મચારીઓએ રસીના બે ડોઝ ફરજીયાલ લેવાના રહેશે. હોટલ રેસ્ટોરન્ટ્સ 75 ટકા બેઠક ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. તેમજ 24 કલાક હોમ ડિલિવરી આપી શકશે.
જીમ, સિનેમા, વોટરપાર્ક, લાઈબ્રેરી, ઓડિટોરિયમને 50 ટકા મંજૂરી અપાઈ છે. લગ્ન પ્રસંગ તેમજ મરણ પ્રસંગના નિયંત્રણ યથાવત્ રાખવામાં આવ્યા છે. સ્ડેડિયમમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર મેચ કે સ્પર્ધા પણ યોજી શકાશે.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર સિગરેટ પીવું બહુ જ હાનિકારક છે… ફેફસા ખરાબ થઈ જાય એનાથી…
ટાઈગર – એમ વાત છે, તો પછી મારે મારા રૂમમાં સિગરેટ સળગાવવી પડશે.
પકડું – કેમ ભાઈ?
ટાઈગર – મચ્છરનો બહુ ત્રાસ છે, સિગરેટ સળગાવી બધાં મચ્છરના ફેફસાં બગાડી નાંખીશ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz