• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

અમર જવાન જ્યોત ઓગવી દેવા અંગેના વિવાદ પર કટાક્ષ કરતાં કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, બે રાજકારણીઓ ચર્ચા કરી રહ્યાં છે. જેમાં એક કહે છે કે, હા, સાચી વાત છે. માત્ર એક જ જ્યોત હોવી જોઈએ. હું તો કહું છું કે રાજઘાટની જ્યોતને પણ આમાં જ ભેળવી દેવાય તો સારું! (મહાત્મા ગાંધીજીની સમાધી રાજઘાટ ખાતે આવેલી છે અને ત્યાં પણ જ્યોત પ્રગટે છે.)

સંદેશ – યોમનું કાર્ટૂન

સત્તાધારીઓ દ્વારા કરાતી વિકાસની પોકળ વાતો પર કટાક્ષ કરતાં કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, પાંચ વર્ષ બાદ ફરી પોતાના વિસ્તારમાં મત મેળવવા નિકળેલાં નેતાજીને વિકાસનો છાંટોય સ્પર્શી નથી શક્યો એવો શખ્સ કહી રહ્યો છે કે, નેતાજી તમે મને ના ઓળખ્યો, પાંચ વર્ષ પહેલા તમે મારા આ જ ઝૂંપડામાં અમારી સાથે જમીને ગયા હતાં. તમે મને પાકું મકાન આપવાનું વચન આપ્યું હતું.

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન’

ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ટાણે મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા ભાજપામાં જોડાયા બાદ આર્શિવાદ લેવા પણ પહોંચી હતી. તે બાબતે વ્યંગ કરાયો છે અને વ્હિલચેરમાં નિવૃત્તિ ગાળતાં મુલાયમ સિંહ કહી રહ્યાં છે, બેટા, અખિલેશ… બધું બરાબર છે ને?… સપાની સાઈકલ ઉંચો ઢાળ ચડી શકશે કે નહીં? એ તો દઇ જોણે…

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

ટાઈગર ચાલતો જતો હતો… એમાં એણે જોયું કે એક માણસ ચાવીથી કાન ખંજવાળી રહ્યો હતો. થોડીવાર સુધી ટાઈગરે એને જોયા કર્યો અને પછી બોલ્યો…

ટાઈગર – ભાઈ તમે સ્ટાર્ટ ના થઈ રહ્યા હોવ તો ધક્કો મારી આપું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *