(કેનેડા બોર્ડર ખાતે મૃતદેહ શોધનાર પોલીસ કર્મીઓ અને ઝડપાયેલો એજન્ટ નજરે પડે છે.)
  • 3 વર્ષિય પુત્ર, 12 વર્ષિય પુત્રી સાથે માતા – પિતા ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવા નિકળ્યા હતાં.
  • કેનેડાથી લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડતો ફ્લોરિડાનો એજન્ટ સ્ટીવ સેન્ડ ઝડપાયો.
  • ભારતના ચાર મૃતકો ઉત્તર ગુજરાતના રહેવાસી હોવાની પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થતી જાણકારી.

Mehulkumar Vyas. [9978918796]

ગુજરાત | અમેરિકા જવાની ઘેલાછામાં ગુજરાતના બે બાળકો સાથે માતા – પિતાએ -35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાને કારણે જીવ ગુમાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. કેનેડા – યુએસ બોર્ડર પર ચાર ભારતીયોના મૃત્યુ થયું હોવાની પુષ્ટિ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કેનેડાથી અમેરિકામાં ઘુસણખોરી કરવા માટે લોકો કડકડતી ઠંડીમાં 11 કલાક પગપાળા ચાલ્યા હતાં. જે પૈકી કેટલાંક લોકો પકડાઈ જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, લૉ એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ બુધવારે નોર્થ ડાકોટા બોર્ડર પેટ્રોલ સ્ટેશન પાસે કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરનાર પાંચ ભારતીયોને પકડી પાડ્યા હતાં. તેમજ તેઓને ઘુસણખોરી કરાવનાર ફ્લોરિડાનો એજન્ટ સ્ટીવ સેન્ડ પર ઝડપાઈ ગયો હતો. પાંચેય ભારતીયો ગુજરાતીઓ હતો. તેમણે ગરમ કપડાં પહેર્યા હતાં.

પુછપરછમાં સત્તાવાળાઓને જાણવા મળ્યું કે, તેમણે ભારે હિમવર્ષામાં ઠંડા તાપમાનમાં 11 કલાક ચાલીને બોર્ડર ક્રોસ કરી હતી. તેઓની સાથે 3 વર્ષના પુત્ર, 12 વર્ષની પુત્રી અને માતા પિતાનો પરિવાર ગૂમ હોવાની વિગતો જાણવા મળતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેને પગલે બોર્ડરની બંને તરફ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લગભગ 4 કલાકની શોધખોળ બાદ કેનેડા તરફના ભાગમાં બોર્ડરથી 9 થી 12 મીટરના અંતરમાં ચાર મૃતદેહ મળી આવ્યા હતાં.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, ચારેય જણનું માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં બરફના તોફાનમાં થીજી જવાથી મોત નિપજ્યું હતું. આ ખૂબ જ ચિંતાજનક છે કે બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. બાળકો સહિતના મૃતક પરિવારને એજન્ટો દ્વારા છોડી દેવામાં આવ્યું હતું.

(આજનો Funrang જોક)

ટાઈગર ચાલતો જતો હતો… એમાં એણે જોયું કે એક માણસ ચાવીથી કાન ખંજવાળી રહ્યો હતો. થોડીવાર સુધી ટાઈગરે એને જોયા કર્યો અને પછી બોલ્યો…

ટાઈગર – ભાઈ તમે સ્ટાર્ટ ના થઈ રહ્યા હોવ તો ધક્કો મારી આપું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *