• સીસીટીવી ફૂટેજને આધારે રિક્ષાચાલકને પકડી પાડ્યો.
  • બીજો આરોપી ગાંધીનગરથી પકડી પાડવામાં આવ્યો.

Mehulkumar Vyas. [9978918796]

Vadodara | ગત તા. 17મી જાન્યુઆરીના રોડ બેન્ક ઓફ બરોડાની માંડવી બ્રાન્ચમાં નાણાં જમા કરાવવા ગયેલાં વૃદ્ધનો થેલો બ્લેડથી કાપી રૂ. 80 હજાર તફડાવનાર શખ્સોને સિટી પોલીસે ઝડપી પાડ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, સિટી પોલીસે 100 ટકા મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો.

તરસાવી કલ્યાણ નગરમાં રહેતાં 68 વર્ષિય અરવિંદભાઈ જેઠાભાઈ પટેલ છેલ્લાં 10 વર્ષોથી માંડવી સ્થિત મહેશ મસાલા મીલમાં નોકરી કરે છે. ગત તા. 17 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે તેઓ રોકડા રૂ. 80 હજાર મહેશ મસાલા મીલના એકાઉન્ટમાં જમા કરાવવા માટે ગયા હતાં.

રૂપીયા ભરવાની લાઈનમાં ઉભા રહ્યા બાદ જ્યારે અરવિંદભાઈનો વારો આવ્યો ત્યારે તેમની થેલીમાં જોતાં નાણાં ગાયબ થઈ ગયા હતાં. અરવિંદભાઈએ ફોર્મ ભરી આપવાના બહાને વાતચીત કરનાર અજાણ્ય શખ્સ દ્વારા નાણાં ચોરવામાં આવ્યા હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નાણાંની તફડંચી અંગે સિટી પોલીસ મથકના પી.આઈ. કે.એન.લાઠીયાની સીધી દોરવણી હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ડી.સ્ટાફ પી.એસ.આઈ. એચ. એ. વસાવા તેમજ હે.કો. હસનભાઈ અને એલઆરડી નિખીલભાઈને મળેલી બાતમી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે એક રીક્ષાચાલકને પકડી પાડવામાં આવ્યો હતો.

ડભોઈ રોડ પર વિસ્તારના સાંઈનાથ નગરમાં રહેતાં રીક્ષાચાલક સાનુહસન નવિશેર દિવાને પોલીસ પુછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી. અને તેની સાથે ગાંધીનગરમાં ઘ-4 પાસે ઝુંપડામાં રહેતો રણજીત રામપ્રસાદ બાવરી સંડોવાયેલો હોવાની વિગતો જણાવી હતી. જેને પગલે સિટી પોલીસ દ્વારા ગાંધીનગર ખાતેથી રણજીતને ઝડપી પાડવામાં આવ્યો હતો. અને રોકડા 80 હજાર રિકવર કરવામાં આવ્યા હતાં.

સિટી પોલીસ દ્વારા રોકડ, ઓટો રિક્ષા વગેરે મળી કુલ 1.36 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(આજે ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ એક જ વિડીયોમાં)

(આજનો Funrang જોક)

ટાઈગર ચાલતો જતો હતો… એમાં એણે જોયું કે એક માણસ ચાવીથી કાન ખંજવાળી રહ્યો હતો. થોડીવાર સુધી ટાઈગરે એને જોયા કર્યો અને પછી બોલ્યો…

ટાઈગર – ભાઈ તમે સ્ટાર્ટ ના થઈ રહ્યા હોવ તો ધક્કો મારી આપું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *