- દાંડીયાબજાર સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
- ફાયર બ્રિગેડ દ્વારા ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.
Mehulkumar Vyas. [9978918796]
Vadodara | આજે સાંજે લગભગ 4 વાગ્યાના અરસમાં નવલખી સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મર રિપેરિંગ સેન્ટરમાં આગ ફાટી નિકળી હતી. જેને પગલે દાંડીયા બજાર સબ ડિવીઝન હેઠળના વિસ્તારોમાં બેથી અઢી કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો.
નવલખી સ્થિત MGVCLના ટ્રાન્સફોર્મર રિપેરિંગ સેન્ટરના ડગમાં આગ લાગતાં કેબલ સળગ્યા હતાં. ગણતરીની પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દાંડીયા બજાર સબ ડિવિઝન વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. બનાવ અંગે જાણ થતાં દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
હાલના તબક્કે આગ કયા કારણોસર લાગી એ જાણવા મળતું નથી. જોકે, દાંડીયા બજાર સબ ડિવિઝન વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઈ ગયો હોવાનું જાણવા મળે છે.
(આજનો Funrang જોક)
ટાઈગર ચાલતો જતો હતો… એમાં એણે જોયું કે એક માણસ ચાવીથી કાન ખંજવાળી રહ્યો હતો. થોડીવાર સુધી ટાઈગરે એને જોયા કર્યો અને પછી બોલ્યો…
ટાઈગર – ભાઈ તમે સ્ટાર્ટ ના થઈ રહ્યા હોવ તો ધક્કો મારી આપું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz