વિશાલ મિસ્ત્રી રાજપીપળા: બેરોજગારી શુ શુ નથી કરાવતી, બેરોજગાર યુવાન ચોરી કરવા પર મજબુર થયો હોવાનો એક કિસ્સો નર્મદા જિલ્લામાં બનવા પામ્યો છે.છેલ્લા 2 મહિનાથી બેરોજગાર યુવાને વાહનોની બેટરીઓ ચોરી કરી હતી દરમિયાન તિલકવાડા પોલીસે એને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
કિસ્સો એવો છે કે તિલકવાડા વિસ્તાર માંથી ટ્રેકટર અને છોટા હાથી ટેમ્પોની બેટરીઓ ચોરી થતા તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી.તિલકવાડા પોલીસ મથકના એ.એસ.આઈ બળવંત ભાઈ સોમાભાઈ તથા પો.કો મહેશ ગુમાનભાઈએ બાતમીના આધારે દેવલિયાના મૌલિકગીરી પ્રવીણગીરી ગોસ્વામીને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિથી યુવાનની હાથ ધરી હતી.પૂછતાછ દરમિયાન એણે બેટરી ચોરીની કબૂલાત કરી હતી.
બાદ તિલકવાડા પોલીસે મૌલિકગીરી પ્રવીણગીરી ગોસ્વામીને પૂછ્યું કે તે ચોરી કેમ કરી તો યુવાને પોલીસને એવો જવાબ આપ્યો કે સાહેબ શુ કરું છેલ્લા 2 મહીનાથી હું બેકાર અને બેરોજગાર છું, મારી પાસે વાપરવાના પણ પૈસા ન્હોતા એટલે મેં આ બેટરીઓ ચોરી કરી હતી.તિલકવાડા પોલીસે એ યુવાન પાસેથી 12,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
(આજનો Funrang જોક)
ટાઈગર ચાલતો જતો હતો… એમાં એણે જોયું કે એક માણસ ચાવીથી કાન ખંજવાળી રહ્યો હતો. થોડીવાર સુધી ટાઈગરે એને જોયા કર્યો અને પછી બોલ્યો…
ટાઈગર – ભાઈ તમે સ્ટાર્ટ ના થઈ રહ્યા હોવ તો ધક્કો મારી આપું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz