- શનિવારે વહેલી સવારે ભેસ્તાન – નવસારી રોડ પરના નાયરા પેટ્રોલ પંપ પર બનેલો બનાવ.
- પેટ્રોલ ઓછું ભર્યું હોવાના આક્ષેપ સાથે બે બાઈકસવાર લુખ્ખાઓએ કરી માથાકૂટ.
- પરપ્રાંતિય લુખ્ખાતત્વોની અટકાયત, કોવિડ રિપોર્ટ બાદ વધુ ધરપકડ કરવામાં આવશે.
Mehulkumar Vyas. [9978918796]
સુરત । શનિવારે વહેલી સવારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ભેસ્તાન – નવસારી રોડ પર આવેલા નાયરા કંપનીના પેટ્રોપ પંપને સળગાવવાનો બે લુખ્ખાતત્વોએ પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ ઓછું ભર્યું હોવાના મામલે વિવાદ કરી પરપ્રાંતિય લુખ્ખાતત્વોએ પેટ્રોલ પંપ પર હંગામો મચાવ્યો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી બંને લુખ્ખાતત્વોની અટકાયત કરી છે. કોવિડ રિપોર્ટ બાદ ધરપકડની કાર્યવાહી કરી પુછપરછ હાથ ધરવામાં આવશે.
ભેસ્તાન – નવસારી રોડ પર છ માસ અગાઉ શરૂ થયેલા નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર શનિવારે વહેલી સવારે બે બાઈક સવાર શખ્સો પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતાં. કર્મચારીએ પેટ્રોલ ભર્યા બાદ એક ઇસમે મોબાઈલની લાઈટથી બાઈકની ટાંકીમાં પેટ્રોલની માત્રા નિહાળી હતી. ત્યારબાદ પેટ્રોલ ઓછું ભર્યું હોવાનો આક્ષેપ કરી શખ્સે કર્મચારીને લાફો ચોડી દીધો હતો. બનાવને પગલે અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતાં.
જોકે, ઉશ્કેરાયેલા લુખ્ખાતત્વ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. એક તબક્કે તેણે દિવાસળી સળગાવી પેટ્રોલ પંપ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક કર્મચારીએ હાથ જોડીને વિનંતી કરી કે, અમે મરી જઈશું. તો એક કર્મચારી એને રોકવા લાગ્યો હતો. ત્યારે લુખ્ખાતત્વએ રોકતા કર્મચારીને લાફો મારીને પંપ પર સળગતી દિવાસળી ફેંકી હતી. જોકે, સદનસીબે કોઈ હોનારત સર્જાઈ નહોતી.
થોડો સમય સુધી પેટ્રોલ પંપ પર હોબાળો મચાવ્યા બાદ બંને હિન્દીભાષી શખ્સો બાઈક લઈને રવાના થઈ ગયા હતાં. આ બનાવ અંગે પેટ્રોલ પંપના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને લુખ્ખાતત્વની અટકાયત કરી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર – અરે યાર પકડું જબરું થયું.
પકડું – એવું શું થયું?
ટાઈગર – પેલો મારો દોસ્ત ચમક હોસ્પિટલમાં દાખલ હતો ને….
પકડું – હા…
ટાઈગર – બે મહિના હોસ્પિટલમાં સારવાર લીધા પછી ડિસ્ચાર્જ થતી વખતે એણે નર્સને કહ્યું કે, મને લાગે છે કે તે મારું દિલ ચોરી લીધું છે…
પકડું – અચ્છા… નર્સ સાથે પ્રેમ થઈ ગયો…
ટાઈગર – અરે હા પણ… નર્સે કીધું કે તારું દિલ નહીં અમે તો કિડની ચોરી લીધી છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz