- સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બ્લેક પેંથર અને લેપડ (દીપડા) નો સહવાસ કરતો દુર્લભ વિડીયો ટ્વિટરના માધ્યમથી સેર કર્યો
- આગામી સમયમાં મિક્ષ બ્રિડ વન્ય પ્રાણીનો કેવડિયા જંગલ સફારી પાર્કમાં જન્મ થશે એવી જંગલ સફારી પાર્કના કર્મચારીઓ આશા સેવી રહ્યા છે
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કમાં હાલ નવી જોડીઓ બની રહી છે તો કેટલીક નવી જોડીઓ બહારથી લવાઈ છે, તો કેટલાક નવા મહેમાનોનું આગમન પણ થયું છે. અને હનીમૂન પણ જામી રહ્યાં છે.જં ગલ સફારી દેશી અને વિદેશી પ્રાણીઓ તેમજ પક્ષીઓને પણ અનુકૂળ આવી જતા હવે પરિવાર વધારો પણ શરૂ થઈ ગયો છે.
નવા મહેમાન (બચ્ચા)ના જંગલ સફારીમાં આગમન વચ્ચે હવે લગ્નસરાની મોસમ વચ્ચે જોડીઓ પણ બનવાની શરૂ થઈ જવા સાથે નવી જોડીઓ પણ લાવવામાં આવી છે. 4 મહિના પહેલા જ કાળા હંસે ઈંડા મુક્યા હતા ત્યારે હવે ફરી પાછા એ જ કાળા હંસે બીજા 4 ઈંડા મુકતા જંગલ સફરી પાર્કના પક્ષી પરિવારમાં વધારો થયો છે.
જંગલ સફારીમાં આકર્ષણ વધારવા રીંછની જોડી, વાઈલ્ડ રેડ ડોગ અને વુલ્ફ (વરૂ) ની જોડી (કપલ) નો ઉમેરો કરાયો છે.2500 કિલોના મંગલ (ગેંડા) માટે મંગલા અને બ્લેક પેંથર (બગીરા) માટે બાબુલ લેપડની જોડી બનાવવામાં આવી છે. જ્યારે હિપોપોટીમ્સને પણ લવાયો છે. મેરેજ સીઝનમાં જંગલ સફારીમાં હનીમૂનની મોસમ પણ શરૂ થઈ ગઇ છે. જેમાં બ્લેક પેંથર અને લેપડ (દીપડા) નો સહવાસ કરતો દુર્લભ વિડીયો પણ સામે આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એ દુર્લભ વિડીયો ટ્વિટરના માધ્યમથી સેર કર્યો છે. તો હવે આગામી સમયમાં મિક્ષ બ્રિડ વન્ય પ્રાણીનો કેવડિયા જંગલ સફારી પાર્કમાં જન્મ થશે એવી જંગલ સફારી પાર્કના કર્મચારીઓ આશા સેવી રહ્યા છે. જો મિક્ષ બ્રિડનો જન્મ થાય તો કેવડિયા જંગલ સફારી પાર્ક એવું પ્રથમ ઝુ બનશે કે જ્યાં મિક્ષ બ્રિડનો જન્મ થયો હોય.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર તને ગુજરાતીનું અંગ્રેજી કરતાં ફાવે…
ટાઈગર – અરે હા.. બોલને…
પકડું – સંતોષ પાસે કેરી છે…. આનું અંગ્રેજી શું થાય?
ટાઈગર – Satisfaction have mango
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz