- સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયાની એક વર્ષિય બાળકીના મોતથી ચકચાર.
- કોરોનાગ્રસ્ત માતા – પિતાને કારણે બાળકીને થયું હતું સંક્રમણ.
Mehulkumar Vyas. [9978918796]
સુરત । કોરોના 3.0 ઘાતકી બની રહ્યું છે ત્યારે સુરતમાં કોરોનાએ એક વર્ષિય બાળકીને ભરખી લીધી હોવાની ચકચારી વિગતો જાણવા મળી રહી છે.
તાજેતરમાં સુરતમાં જ કોરોના સંક્રમિત 13 દિવસીય તેમજ 14 દિવસીય બાળકીઓના દુઃખદ મોતની ઘટનાઓ બનવા પામી હતી. કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં બાળકો સંક્રમિત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા હોવાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
સુરતના પલસાણા તાલુકાના તાથીથૈયામાં રહેતાં એક પરિવારમાં માતા – પિતા કોરોનાગ્રસ્ત થયા હતાં. જેને પગલે તેઓની એક વર્ષિય બાળકી પણ કોરોના સંક્રમિત થઈ જવા પામ હતી. બાળકીને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં લઈ જવામાં હતી. કોરોના સંક્રમિત બાળકીને બચાવવા ડૉક્ટર્સની ટીમે ખૂબ પ્રયાસો કર્યા હતાં. જોકે, કોરોના સંક્રમણને પગલે બાળાનું કરુણ મોત નિપજ્યું હતું.
અત્રે નોંધનિય છે કે, સુરતના પલસાણામાં ગઈકાલે કોરોના પોઝિટીવના 78 કેસ સામે આવ્યા હતાં. જેમાં પલસાણા તાલુકા બે દર્દીના મોત નિપજ્યા હોવાની સત્તાવાર વિગતો જાહેર કરાઈ હતી. બીજી તરફ અમદાવાદના સિવિલ કેમ્પમાં 7 બાળકો કોરોના સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. કોરોના બાળકો માટે જોખમી બની રહ્યો હોઈ માતા – પિતાએ સંતાનોની વિશેષ કાળજી રાખવી જરૂરી બને છે.
(આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન્સ નિહાળો આ વિડીયોમાં)
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર તને ગુજરાતીનું અંગ્રેજી કરતાં ફાવે…
ટાઈગર – અરે હા.. બોલને…
પકડું – સંતોષ પાસે કેરી છે…. આનું અંગ્રેજી શું થાય?
ટાઈગર – Satisfaction have mango
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz