- નર્મદા આરતીમાં ભક્તોના યજમાન પદ માટે નક્કી કરેલા 2500 રૂપિયા રેટ ઘટાડવા લોક માંગ
- કાશીની ગંગા આરતીના યજમાન પદનો રેટ 250 થી 300 રૂપિયા છે અને તે પણ ફિક્સ નથી આપવા હોય તો સ્વેચ્છાએ આપવાના હોય છે.
- શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે પૂજા પાઠના રાખેલા ભાવ વધારે, સ્થાનિકો માટે મફત પૂજા પાઠ રાખવામાં આવે: નર્મદા જિલ્લા વી.એચ.પી મહામંત્રી સ્વામી ધર્માનંદ મહારાજ
- કાશીની ગંગા આરતી કરતા નર્મદા આરતીના યજમાન પદનો આટલો બધો રેટ કેમ એ પ્રશ્ન ભાવિક ભક્તો અને શ્રધ્ધાળુઓમાં ચર્ચાઈ રહ્યો છે.
- નર્મદા આરતીના યજમાન માટેનો 2500 રૂપિયા રેટ ખરેખર ખૂબ જ ખોટુ છે, આ બાબતે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું: હિમાંશુ રાવલ, ભાવિક ભક્ત
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે ગોરા ઘાટ ખાતે થઈ રહેલી નર્મદા મહા આરતી માટે ભક્તો અને પ્રવાસીઓ યજમાન બનશે એવો નિર્ણય કરી એક આરતીના યજમાન પદના 2500 ચાર્જ નક્કી કર્યા છે.આગામી સમયમાં ભગવાન શૂલપાણેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજા કરવી હોય અથવા ઘ્વાજારોહણ, સંકલ્પ પૂજાનો ચાર્જ આગામી દિવસોમાં નક્કી કરી વેબસાઈડ પર મુકવામાં આવશે.
તો બીજી બાજુ આ બાબતે ધાર્મિક સંગઠનોમાં એક જાતની નારાજગી જોવા મળી રહી છે.આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના નર્મદા જિલ્લાના મહામંત્રી સ્વામી ધર્માનંદ મહારાજ જણાવ્યું હતું કે સરકારે ધાર્મીક બાબતો ધ્યાન રાખવું જોઇએ.શૂલપાણેશ્વર ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે પૂજા પાઠના રાખેલા ભાવ ખૂબ વધારે છે.સ્થાનિકો માટે ખાસ વિચારણા કરી મફત પૂજા પાઠ રાખવામાં આવે.
તો બીજી બાજુ વર્ષોથી શૂલપાણેશ્વર મંદિરે આવતા હિમાશું રાવલે જણાવ્યું હતું કે ધાર્મિક બાબત માટે જે રેટ રખાયો છે તે ખરેખર વધારે કહેવાય.મહાદેવની પૂજા કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અમે વર્ષોથી પૂજા કરીએ છીએ.આરતીના યજમાન માટેનો 2500 રૂપિયા રેટ ખરેખર ખૂબ જ ખોટુ છે.આ બાબતે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું.લોકોની માંગ છે કે નર્મદા આરતીના યજમાન પદનો લાભ સામાન્ય વ્યક્તિ પણ લઈ શકે એ માટે રેટ 2500 થી ઘટાડી 200 થી 500 રૂપિયા થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે અન્ય ધાર્મિક સ્થળો પર આટલા બધા રેટ હોતા નથી.કાશીની ગંગા આરતીના યજમાન પદનો રેટ 250 થી 300 રૂપિયા છે અને તે પણ ફિક્સ નથી આપવા હોય તો સ્વેચ્છાએ આપવાના હોય છે.ત્યારે કાશીની ગંગા આરતી કરતા નર્મદા આરતીના યજમાન પદનો આટલો બધો રેટ કેમ એ પ્રશ્ન ભાવિક ભક્તો અને શ્રધ્ધાળુઓમાં ચર્ચાઈ રહ્યો છે.
શુલપાણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જોઈએ છે તો આ મંદિર નર્મદા ડેમના ઉપરવાસમાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર મણીબેલી ગામ પાસે આવેલું હતું.આ મંદિરે ચૈત્ર મહિનામાં ભરાતા મેળામાં હજારો શ્રદ્ધાળુઓ ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી આવતા હતા.પરંતુ નર્મદા ડેમ બનવાના કારણે 1992 માં ડુબાણમાં ગયા બાદ આ મંદિરનું શિવલિંગ ત્યાંથી ખસેડાય તેમ ન હતું.ત્યારે મંદિરના મહંત રવિશંકર મહારાજે પોતાના પિતા જે શિવલિંગની પૂજા પાઠ કરતા હતા એ શિવલિંગની સ્થાપના ગોરા નવનિર્મિત શૂલપાણેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવી હતી.તેઓ વંશ પરંપરાગત રીતે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છે.
શુલપાણેશ્વર મંદિરના પુજારીએ પણ નર્મદા આરતીના રેટનો વિરોધ નોંધાવ્યો
શુલપાણેશ્વર મંદિર ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે નર્મદા આરતીના યજમાન પદનો રેટ 2500 નક્કી કર્યા છે, જેનો મંદિરના વંશ પરંપરાગત પૂજારી રવિશંકર ત્રિવેદીએ પણ વિરોધ નોંધાવ્યો છે.એમણે તંત્રને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે 2500 રૂપિયાના રેટ સાથે હું અસહમત છું.મંદિરની ધાર્મિક વિધિ શ્રધ્ધાળુઓની યથાશક્તિ મુજબ આયોજિત થાય એ હિતાવહ છે.પુનઃસ્થાપિત શુલપાણેશ્વર મંદિરની વેબ સાઇટ બનાવતા પેહલા એનો ડ્રાફ્ટ બનાવી દરેક સભ્યોને વંચાવ્યા પછી વેબ સાઇટ બને એ ઇચ્છનીય છે.
(આજનો Funrang જોક)
ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.
ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપો ને…
ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…
ભિખારી – સારું, મારો નંબર રાખો… ખાવાનું બને તો ફોન કરી દેજો…
ટાઈગર – એના કરતાં તું મારો નંબર લખ… અને કંઈક ખાવાનું મળે તો મને ફોન કરજે… લાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz