- હરિયાણાથી ઝડપાયેલો ચોર ચોરી કરી સોનાની કિમતી વસ્તુઓ વડોદરાના સોનીઓને આપતો હતો, પોલીસે વડોદરાના સોની પાસેથી 12 ગ્રામ સોનાની લગડીઓ રિકવર કરી.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નાંદોદ તાલુકાના વાવડી ગામને મધ રાત્રીએ ઘરફોડ ચોરી થઈ હતી.એ ચોરીની તપાસ દરમિયાન નર્મદા એલ.સી.બી એ નર્મદા, ભરૂચ અને વડોદરા જીલ્લ્લામાં ઘરફોડ ચોરી કરતા મુખ્ય સુત્રઘારને હરીયાણાથી ઝડપી પાડયો હતો.
નાંદોદના વાવડી ગામમાં ઘરફોડ ચોરી થતા આ ચોરી કોઈ ચોક્કસ ગેંગ દ્વારા કરાઈ હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું.નર્મદા એલસીબી પી.આઈ એ.એમ.પટેલે ટેક્નીકલ સર્વેલન્સ આધારે આ ચોરીના હરિયાણામાં રહેતા એક શકમંદની જાણકારી મળી હતી.બાદ નર્મદા એલ.સી.બી ટીમને ફારૂખનગર હરિયાણા ખાતે મોકલવામાં આવી હતી.બે દિવસની તપાસ બાદ શકમંદ આરોપી સુંદરસીંગ ઉર્ફે કરનસીંગ વિનોદસીંગ રાજપુતને ફારૂખનગર હરિયાણાના બજારમાંથી ઝડપીને રાજપીપલા લાવવામાં આવ્યો, બાદ પોલીસ પૂછતાછમાં એણે વાવડી ગામની ચોરીની કબુલાત કરી હતી.સાથે સાથે એણે એચ.આર 51 ઈ.સી 3960 નંબરની સ્કોર્પીઓ કારમાં હરિયાણા અન્ય 3 લોકો સાથે મળી ભરૂચ જીલ્લાના નેત્રંગની સોસાયટી તેમજ વડોદરાના ડભોઇ વિસ્તારના પલાસવાડા ગામે બંધ મકાનમાં ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.
આ તમામ ગુનાનો મુદ્દામાલ વડોદરાના સોનીઓ (1) જીતેન્દ્ર પંચાલ રહે. કલાલી ફાટક, પાદરા રોડ, વડોદરા તથા (2) મનોજ શંકરલાલ સોની રહે.એફએફ-4, જગન્નાથ કોમ્પલેક્ષ, પ્રતાપનગર રોડ વડોદરાને આપ્યો હોવાનું પણ કબુલ્યું હતું.જોકે નર્મદા એલ.સી.બી એ મનોજ શંકરલાલ સોની પાસેથી 12 ગ્રામની સોનાની લગડીઓ કિ.રૂ.5,80,000 જેટલો રીકવર કરી જીલ્લાના તથા અન્ય જીલ્લાના કુલ-3 અનડીટેક્ટ ધરફોડ ચોરીના ગુના ડીટેક્ટ કર્યા હતા.
(આજનો Funrang જોક)
ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.
ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપો ને…
ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…
ભિખારી – સારું, મારો નંબર રાખો… ખાવાનું બને તો ફોન કરી દેજો…
ટાઈગર – એના કરતાં તું મારો નંબર લખ… અને કંઈક ખાવાનું મળે તો મને ફોન કરજે… લાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz