- રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પર બાળકના પોસ્ટર લગાડવામાં આવ્યા.
- અપહરણ કર્તા મહિલાની જાણકારી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
Mehulkumar Vyas. [9978918796]
સુરત । ગત રવિવારે ભેસ્તાન વિસ્તારના એક બે વર્ષિય બાળકને કાળો બુરખો પહેરીને આવેલી અજાણી મહિલા ઉઠાવી ગઈ હતી. આશરે 72 કલાક થવા છતાં મહિલાના કોઈ સગડ ના મળતાં ડિંડોલી પોલીસે સોશિયલ મિડીયાનો સહારો લીધો છે. બાળકના ફોટોગ્રાફ્સ સોશિયલ મિડીયામાં પ્રસારીત કરવા સાથે જાહેર સ્થળો પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે.
ભેસ્તાન વિસ્તારના આવાસમાં પરિવારજનો સાથે રહેતી આલીયા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ ઝફર ઉર્ફે કવ્વાલ અમીર શેખ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. રવિવારે બપોરે પરિવારજનો કામ અંગે બહાર ગયા હતાં. ત્યારે ઘરમાં 7 વર્ષની પુત્રી અને 2 વર્ષનો પુત્ર દાનીશ ઘરમાં એકલા હતાં. દરમિયાનમાં કાળો બુરખો પહેરેલી અજાણી મહિલા ઘરમાં ઘુસી આવી હતી. મહિલાએ 7 વર્ષિય બાળકીને કહ્યું કે, તારી મમ્મી બહાર ગેટ પર રાહ જોઈ રહી છે. આ સાંભળીને માસૂમ બાળા નાનાભાઈને છોડી બહાર દોડી ગઈ હતી. જેનો લાભ લઈ અજાણી મહિલા દાનીશનું અપહરણ કરી ગઈ હતી.
ઘરે પરત ફરેલી આલીયાએ દાનીશ નહીં દેખાતાં દિકરીને પુછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો તેને જાણવા મળી હતી. આસપાસમાં તપાસ કરતાં અજાણી મહિલા બાળનું અપહરણ કરી ગઈ હોવાની વિગતો સામે આવી હતી. તેથી તેઓ સત્વરે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતાં. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ડિંડોલી પોલીસ મથકના પી.આઈ. એમ. એલ. સાળુંકેના કહેવા પ્રમાણે અપહ્યત બાળકના પિતા ચોરી કેસમાં જેલમાં હોવાની વિગતો સામે આવી છે. બાળકના અપહરણ પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. 72 કલાકની તપાસ છતાં હજી અપહરણ કરનાર મહિલા અંગે કોઈ સગડ પ્રાપ્ત થયા નથી. માટે લોકોની મદદ પ્રાપ્ત થાય તે માટે જાહેર જગ્યાઓ પર બાળકના પોસ્ટર લગાડાયા છે. તેમજ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરવામાં આવી છે. બાળક અંગે માહિતી આપનાર શખ્સનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
(આજનો Funrang જોક)
પકડું – મારા પપ્પા કામ કરવા ગયા છે, આ વાક્યનું ભવિષ્યકાળ શું થાય?
ટાઈગર – એ કાલે પણ કામ કરવા જશે… કોઈના બાપની તાકાત હોય તો રોકી બતાવે…. એ છે જ અકડું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz